માનચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મંગળવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં છેલ્લે વિશ્વ કપમાં ભારત-ન્યૂઝીલેન્ડે વચ્ચે 14 જૂન 1975ના મુકાબલો થયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદથી ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપનો કોઈ મુકાબલો રમાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 જૂન 1975ના રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી માત્ર એક અડધી સદી લાગી હતી. આબિદ અલીએ આ મેચમાં 70 રન બનાવ્યા હતા. આ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ કોઈપણ ભારતીય બેટ્સમેનો ટોપ સ્કોર છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યાં હતા. પૂરી ટીમ નિર્ધારિત 60 ઓવરોના મુકાબલામાં 230 રન પર ઢેર થઈ ગઈ હતી. આ લક્ષ્યને ન્યૂઝીલેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જીએમ ટર્નર (114)એ શાનદાર સદી ફટકારી હતી. આબિદ અલી બાદ અશુંમાન ગાયકવાડે સર્વાધિક 37 રન બનાવ્યા હતા. 


વિશ્વ કપ-2019મા ભારતે કરી કમાલ
વિશ્વ કપ-2019મા ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારત પોતાની ત્રીજી મેચ રમી રહ્યું છે. આ પહેલા રમાયેલી બંન્ને મેચમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 16 જૂને પરાજય આપ્યો હતો. આ હાઇવોલ્ટેજ મુકાબલામાં ભારતને 89 રને જીત મળી હતી. ઓલ્ડ ટ્રેફર્ડમાં 27 જૂને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 125 રને હરાવ્યું હતું. 

વર્લ્ડકપ સેમિફાઇનલઃ આંકડામાં જાણો- કેટલી મજબૂત છે ટીમ ઈન્ડિયા અને શું છે કીવીઓની તાકાત

બંન્ને કેપ્ટનો માટે ટોસ મહત્વનો
વિશ્વ કપ-2019મા ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી પાંચ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. સેમિફાઇનલ જેવી મોટી મેચ અને ટૂર્નામેન્ટના રેકોર્ડને ધ્યાનમાં રાખતા બંન્ને કેપ્ટનો પ્રથમ બેટિંગ કરવા ઈચ્છશે. તેવામાં આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની માનવામાં આવી રહી છે.