નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ માટે બુધવાર (22 મે)એ લંડન જવા માટે રવાના થવાની છે. આ વર્ષે વિશ્વ કપ ઈંગ્લેન્ડમાં રમાશે. 30 મેથી વિશ્વ કપનો પ્રારંભ થવાનો છે. વિશ્વ કપ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે એમએસ ધોનીને લઈને અને કુલદીપ યાદવની સાથે પોતાની જુગલબંધીને લઈને ઘણી મહત્વની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહલે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું, 'હું અને કુલદીપ એકબીજાનું મનોબળ વધારીએ છીએ. અમે અત્યાર સુધી તમામ સ્થિતિમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને અમે તે વાતનો ખ્યાલ છે કે તે આગળ કરવાનું છે. અમારે કંડીશન પ્રમાણે કંઇ ફેરફાર કરવાની જરૂર નથી.' કુલદીપ યાદવની સાથે પોતાની જુગલબંધી વિશે ચહલે કહ્યું, 'તે મારા માટે નાના ભાઈ જેવો છે. જ્યારે તમે મુશ્કેલ સમયમાં હોય ત્યારે તમારે વાત કરવા માટે કોઈ લોકોની જરૂર હોય છે. જ્યારે હું ખરાબ સમયમાંથી પસાર થાવ તો તે મારી સાથે વાત કરે છે. જ્યારે અમે ટીમની સાથે ન હોયે ત્યારે અમે અમારા પર્સનલ સ્પેસમાં રહેવાનું પસંદ કરીએ છીએ, પરંતુ આ સિવાય અમારે ટચમાં રહેવું પણ જરૂરી હોય છે.'


World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, જોફ્રા આર્ચરને મળી વિશ્વકપની ટિકિટ 


આ સિવાય ચહલે ધોની વિશે ખુલીને વાત કરી હતી. ચહલે કહ્યું કે, અમે હંમેશા તેની વાતને ફોલો કરીએ છીએ. ચહલે કહ્યું, 'ગમે તે થાય' તમારે માહી ભાઈ (ધોની)ની જરૂર હોય છે. તે જે પણ કહે, અમે તેનું પાલન કરીએ છીએ. તે વચ્ચે બોલે છે, જ્યારે અમે ખોટા હોઈએ. જ્યારે અમે ટીમમાં આવ્યા ત્યારથી આમ છે. આજે પણ અમે કંઇક અમારો પ્લાન કરીએ તો અમને લાગે છે કે અમારે તેમની સાથે વાત કરવી જોઈએ.