World Cup 2019: જાણો કઈ અભિનેત્રી સાથે જોડાયું કેએલ રાહુલનું નામ
સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ અને આકાંક્ષા રંજન કપૂરની મિત્રતાના સમાચાર આ દિવસોમાં ચર્ચામાં છે. રાહુલ અત્યારે વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડમાં છે.
નવી દિલ્હીઃ બોલીવુડનો ક્રિકેટ સાથે હંમેશા સંબંધ રહ્યો છે. ઘણા ક્રિકેટરો અને અભિનેત્રીઓના રોમાંસના સમાચાર ચર્ચામાં રહી ચુક્યા છે. નવાબ પટૌદી-શર્મિલા ટાગોર, વિવ રિચર્ડ્સ-નીના ગુપ્તાથી લઈને વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, હરભજન સિંહ-ગીતા બસરા તેના ઉદાહરણ છે. હવે વિશ્વસકની સિઝનમાં ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર આ રસ્તા પર ચાલતો જોવા મળી રહ્યો છે. સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ અને આકાંક્ષા રંજન કપૂરની દોસ્તીના સમાચાર આ દિવસોમાં ચર્ચામાં છે. રાહુલ અત્યારે વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડમાં છે.
આકાંક્ષા છેલ્લા ઘણા સમયથી રાહુલની સાથે જોવા મળી રહી છે. બંન્ને મૂવી, ડેટ્સ અને પાર્ટીઓ કરતા જોવા મળ્યા છે. ઈંગ્લેન્ડ જતાં પહેલા બંન્ને મુંબઈના માઉન્ટ મૈરી ચર્ચમાં દેખાયા હતા. સૂત્રો અનુસાર આકાંક્ષા વિશ્વકપ દરમિયાન રાહુલને ચીયર કરવા માટે ઈંગ્લેન્ડ પણ જઈ શકે છે. મુંબઈમાં જન્મેલી આકાંક્ષા અભિનેતા-ડાયરેક્ટર શશિ રંજન અને અનુ રંજનની પુત્રી છે. શશિ ઇન્ડિયન ટેલીવિઝન એકેડમીના સંસ્થાપક છે.
આકાંક્ષાની મોટી બહેન અનુષ્કા પણ અભિનેત્રી છે, જેણે બિનોદ પ્રધાનની ફિલ્મ વેટિંડ પુલાવથી બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. આકાંક્ષાનું નામ હોટલ વ્યવસાયી અવિક ચેટર્જીની સાથે પણ જોડાયું હતું. રાહુલ પણ પહેલા અભિનેત્રી નિધી અગ્રવાલ સંગ જોવા મળતો હતો. પરંતુ બંન્નેએ કહ્યું હતું કે, તે માત્ર મિત્રો છે.