નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર કેદાર જાધવને વિશ્વકપ માટે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાધવ ભારતીય ટીમના અન્ય સભ્યોની સાથે 22 મેએ ઈંગ્લેન્ડ રવાના થશે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે તેનો ફિટનેસ રિપોર્ટ બોર્ડને સોંપી દીધો છે. જાધવ તેમની દેખરેખમાં ઈજામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મુંબઈમાં થયેલી ફિટનેસ ટેસ્ટ તેણે પાસ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમસીએમાં જાધવે ફિટનેસ ટેસ્ટ આપી
જાધવ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતા ટીમના છેલ્લા લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. બાઉન્ડ્રી બચાવવા માટે તેણે ડાઇવ લગાવી હતી, આ દરમિયાન તેના ખભામાં ઈજા થી હતી. 


જાધવ અને ફરહાર્ડ ઘણા દિવસથી મુંબઈમં હાજર હતા. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં ફિટનેસ સમસ્યા પર કામ કરી રહ્યાં હતા. અહીં તેની ફિટનેસ ટેસ્ટ લેવામાં આવી હતી. 


જાધવે 59 વનડેમાં 43.50ની એવરેજથી 1174 રન બનાવ્યા છે. આ દરમિયાન બે સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ 102.50ની રહી છે. જાધવ સાઇડ આર્મ એક્શનથી ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. તેણે અત્યાર સુધી 27 વિકેટ ઝડપી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર