World Cup 2019: ઇંગ્લેન્ડની પરિસ્થિતિ સાથે તાલમેલ ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો પડકાર
ન્યૂઝીલેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની ભરમાર છે. તેના આઠ નંબર સુધી બેટ્સમેન મોટા શોટ્સ રમવાની ક્ષમતા રાખે છે.
નવી દિલ્હીઃ 2015 વિશ્વ કપ (ICC World Cup)ની રનર-અપ ન્યૂઝીલેન્ડની ટીમની સામે પ્રથમ ટાઇટલ જીતવાનો મોટો પડકાર છે. આ ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં બે વખત સેમીફાઇનલ અને એક વખત ફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડમાં યજમાન ટીમ વિરુદ્ધ હાલના દિવસોમાં બાકી ટીમોના મુકાબલે ઓછું ક્રિકેટ રમવું ન્યૂઝીલેન્ડ માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે.
મોટી ટીમો માટે ખતરો
ન્યૂઝીલેન્ડને વિશ્વકપમાં હંમેશા 'ડાર્ક હોર્શ' માનવામાં આવે છે. કેન વિલિયમ્સનની આગેવાનીવાળી આ ટીમ આગામી વિશ્વકપમાં દિગ્ગજ ટીમોને પડકાર આપવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા બે વર્ષોમાં સીમિત ઓવરોના ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ટીમના ઘણા ખેલાડીઓએ આઈપીએલમાં રમીને લય હાસિલ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઈંગ્લેન્ડમાં ઓછુ રમ્યા
ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો પડકાર ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ અને ત્યાંના ખરાબ રેકોર્ડને ખોટા સાબિત કરવાનો પડકાર હશે. કિવી ટીમે બે વર્ષ પહેલા ઈંગ્લેન્ડમાં એકમાત્ર મેચ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન યજમાન ટીમ સામે રમી હતી. આ મેચમાં તેણે 87 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે છેલ્લા 2015માં ઈંગ્લેન્ડમાં વનડે સિરીઝ રમી હતી અને તેમાં તેનો 2-3થી પરાજય થયો હતો. ઈંગ્લેન્ડની સ્થિતિ સાથે ઝડપથી તાલમેલ બેસાડવો તેની જીતની રાહ નક્કી કરશે.
ઓલરાઉન્ડર મોટી તાકાત
ન્યૂઝીલેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની ભરમાર છે. તેનામાં નંબર આઠ સુધી બેટ્સમેન મોટા શોટ રમવાની ક્ષમતા રાખે છે. કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, મૈટ હેનરી, કોલિન મુનરો, જેમ્સ નીશામ, મિચેલ સેન્ટર અને ટિમ સાઉદી જેવા બેમિસાલ ઓલરાઉન્ડર પોતાના દમ પર બોલ કે બેટથી મેચનું પાસુ પલ્ટી શકે છે.
દબાવ પડકાર
વિશ્વ કપ જેવા મોટા પંચ પર ન્યૂઝીલેન્ડ ટીમની સામને દબાવમાં સારૂ પ્રદર્શન કરવું પણ મોટો પડાકર છે. ટીમ છ વખત સેમીફાઇનલ અને એકવાર ફાઇનલમાં પહોંચી પરંતુ આ મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું. ટીમને માનસિક રીતે મજબૂત થવું પડશે.
કેપ્ટન કેન અને કોચની મોટી પરીક્ષા
કેપ્ટન કેન વિલિયમ્સન અને બેટિંગ કોચ ક્રેગ મૈકમિલનની પણ આકરી પરીક્ષા થશે. તેની આગેવાનીમાં ટીમ બે વર્ષ પહેલા ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણમાંથી બે મેચ હારીને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેની કમાનમાં ટીમે 65 વનડે મેચ રમી છે. તેમાંથી 34 જીત, 29 હાર મળી હતી. કોચ ક્રેગની પણ છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેની જગ્યાએ પીટર ફુલ્ટનના નામની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. તે ટૂર્નામેન્ટ બાદ પોતાની જવાબદારી સંભાળશે.
રેકોર્ડ બુક
4 વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી
6 વખત ન્યૂઝીલેન્ડની ટીમે સેમીફાઇનલમાં જગ્યા બનાવી
હાર જીત
19 છેલ્લા વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડે 10માં જીત મેળવી
2 વર્ષમાં કિવી ટીમે ઈંગ્લેન્ડમાં માત્ર એક વનડે મેચ રમી
ન્યૂઝીલેન્ડ ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન મુનરો, ટોમ બ્લંડેલ, જિમી નીશમ, કાલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનેર, ઇશ સોઢી, ટિમ સાઉદી, મેટ હેનરી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બાઉલ્ટ.