નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ (World Cup 2019)માં પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના બીજા ખેલાડીઓ પાંચ દિવસના બ્રેક પર છે. 22 જૂને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા વિરાટ બ્રિગેડના મેમ્બર લંડનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતો જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે તેનો લુક પણ કંઇક બદલાઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વિરાટ કોહલી સહિત એમએસ ધોની, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલે પોતાની હેરસ્ટાઇલમાં ફેરફાર કર્યાં છે. આ ક્રિકેટરોની ન્યૂ હેરસ્ટાઇલની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે બુધવારે પંડ્યા અને ધોનીની સ્ટાઇલિંગની તસ્વીરો ટ્વીટર પર પોસ્ટ કરી છે. 



ખેલાડીઓની જોડીને તે નાના વાળની સાથે સ્પોર્ટિંગ લુકમાં જોઈ શકાય છે, જે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચલણમાં છે. 



આ ચાર ક્રિકેટરોની ફોટો ફ્રેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરતા પૂછ્યું કે તેમાંથી કોની હેરસ્ટાઇલ સૌથી સારી છે? જેના પર યૂઝરોનો મિશ્રિત પ્રતિસાદ મળી રહ્યો છે. 



ક્રિકેટ ફેન્સ જાણે છે કે એમએસ ધોનીને તેની સ્ટાઇલિશ હેરસ્ટાઇલ માટે જાણવામાં આવે છે. આ વખતે ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે લંડનમાં હાર્દિક પંડ્યાની સાથે એક નવા હેરકટ કરાવ્યા. 


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હેરસ્ટાઇલમાં ફેરફાર કરવાના શોખિન ધોનીએ પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં એક હેર સલૂન સેટઅપ પણ લગાવ્યું છે, જ્યાં તે પોતાના હેર ડ્રેસરને બોલાવીને પોતાની પસંદના હેરકટ કરાવે છે.