નવી દિલ્હીઃ ભારતીય ટીમ વિરુદ્ધ પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ફેન્સ નારાજ છે અને સોશિયલ મીડિયા પર ટીમ અને ખેલાડીઓને અપશબ્દો કહી રહ્યાં છે. હવે ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ફેન્સને અપીલ કરી છે કે મહેરબાની કરીને ખેલાડીઓ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરો. તો ટીમના સીનિયર ખેલાડી તથા ઓલરાઉન્ડર શોએબ મલિકે પણ ખેલાડીઓના પરિવારને ટીકાના દાયરામાંથી બહાર રાખવાની અપીલ કરી છે. આ સમયે માત્ર ફેન્સ જ નહીં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પણ હાલ ટીમના ખેલાડીઓની આલોચના કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ સરફરાઝ અહમદની આગેવાની પર સવાલ ઉઠાવ્યા અને તેની કેપ્ટનશિપને બાળક જેવી ગણાવી હતી. તો શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાનો રેસ્ટરન્ટવાળો વીડિયો સામે આવ્યા બાદ તે પણ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના નિશાન પર આવી ગઈ હતી. ત્યારબાદ મલિકે પણ ટ્વીટ કરી અને કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓ તરફથી મીડિયા અને ફેન્સને અપીલ કરુ છું કે તેના પરિવારનું સન્માન કરવામાં આવે. પરિવારને તેમાં સામેલ કરવો યોગ્ય નથી. તો પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ યૂસુફે કહ્યું કે, શોએબ મલિકને હવે વિશ્વકપમાં આગામી મેચમાં તક ન આપવી જોઈએ. મલિકે કહ્યું કે, સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલો વીડિયો મેચની પહેલાની રાતનો નથી. 



તો મોહમ્મદ આમિરે કહ્યું કે, ખેલાડીઓ માટે અપશબ્દનો ઉપયોગ ન કરે. અમે જરૂર વાપસી કરીશું. 



પાકિસ્તાની ટીમ આ વિશ્વકપમાં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરી શકી નથી. પાકિસ્તાનની આગામી મેચ 23 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છે.