ટોનટનઃ  યજમાન ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ કરનારી પાકિસ્તાનની ટીમ આજે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ (ICC world cup 2019)માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેનો પ્રયત્ન ડિફેન્ડિંગ ચેમ્પિયનને પરાજય આપીને જીતની લય જાળવી રાખવા પર હશે. ટૂર્નામેન્ટમાં શરૂઆતી બે મેચોમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવનારી ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ થયેલા પરાજયને ભૂલીને જીતના પાટા પર પરત ફરવા ઇચ્છશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેદાન પર સ્પોટ ફિક્સિંગમાં ફસાયો હતો આમિર
આ તે મેદાન છે જ્યાં સ્પોટ ફિક્સિંગના આપોરમાં પાંચ વર્ષની સજા પૂરી કર્યા બાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી. 2016માં રમાયેલી તે મેચમાં આમિરે સમરસેટ વિરુદ્ધ ઈંગ્લેન્ડના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથિક સહિત ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. આમિર એકવાર ફરી આ મેદાન પર પોતાની પાછ છોડવા ઇચ્છશે. 


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 105 રન પર આઉટ થઈ હતી પાક ટીમ
વિશ્વ કપમાં પાકિસ્તાનનું અભિયાન ખરાબ રીતે શરૂ થયું હતું. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટીમ 105 રન પર આઉટ થયા બાદ મેચ સાત વિકેટથી ગુમાવી હતી. પોતાની બીજી મેચમાં પાકિસ્તાને ટાઇટલની પ્રબળ દાવેદાર એક દિવસીય રેન્કિંગમાં ટોપ પર રહેલી ઈંગ્લેન્ડને 14 રનથી પરાજય આપીને તમામને ચોંકાવી દીધા હતા. શ્રીલંકા વિરુદ્ધ ટીમનો ત્રીજો મુકાબલો વરસાદને કારણે રદ્દ રહ્યો અને બંન્ને ટીમનોને 1-1 પોઈન્ટ મળ્યો હતો. 


14 મેચોમાંથી એક મેચ ઓસ્ટ્રેલિયા સામે જીત્યું છે પાક
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 14 મેચોમાં માત્ર એક જીત મેળવી શકી છે. કેપ્ટન સરફરાઝે કહ્યું કે, ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ વધુ મેચ જીતી નહતી પરંતુ વિશ્વકપમાં તેની વિરુદ્ધ મળેલી જીતથી આત્મવિશ્વાસ આસમાને છે. 


સરફરાઝે કહ્યું, અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ મેચ જીતી નથી પરંતુ અમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ વધુ મેચ જીતી નહતી. તેમ છતાં અમે ઈંગ્લેન્ડને હરાવ્યું અને તેનાથી અમને વધુ સકારાત્મકા મળી છે. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક વલણ સાથે મેદાનમાં ઉતરીશું. પાકિસ્તાને કેપ્ટને કહ્યું, અમે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા વાપસીનો પ્રયત્ન કરશે. સ્મિથ અને વોર્નરની વાપસીથી ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. 


ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટમાં બે અડધી સદી ફટકારનાર ડેવિડ વોર્નર પાસે એકવાર ફરી આક્રમક ઈનિંગની આશા હશે. ભારત વિરુદ્ધ વોર્નરે 56 રન બનાવવા માટે 84 બોલનો સામનો કર્યો હતો. તેની ધીમી ઈનિંગનું પરિણામ ઓસ્ટ્રેલિયાએ ભોગવવું પડ્યું અને ભારત વિરુદ્ધ 36 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 


ફિન્ચે પરંતુ ઓપનિંગ બેટિંગમાં પોતાના જોડીદાર વોર્નરનો બચાવો કર્યો. વોર્નરે અને સ્મિથ બોલ ટેમ્પરિંગમાં એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરી રહ્યાં છે. ફિન્ચે કહ્યું ભારત તેની વિરુદ્ધ સારૂ બોલિંગ કરી રહ્યું હતું અનને તેને સમય જોઈએ. તે એક વિશ્વસ્તરીય ખેલાડી છે અને અમે શાનદાર શરૂઆત અપાવીશું. 


મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.