PCBએ પાક ખેલાડીઓને આપી પરિવાર સાથે રાખવાની મંજૂરી, પણ રાખી આ શરત
પીસીબીએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ દરમિયાન ખેલાડીઓને પોતાનો પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી હતી.
લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આખરે વિશ્વકપ 209 દરમિયાન ઈંગ્લેન્ડમાં પોતાના ખેલાડીઓના પરિવારને સાથે રહેવાની મંજૂરી આપી છે. પરંતુ તે 16 જૂને કટ્ટર હરીફ ભારત વિરુદ્ધ મેચ બાદ તેમ કરી શકશે.
પીસીબીએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ દરમિયાન ખેલાડીઓને પોતાનો પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી હતી, પરંતુ તેણે ગત મહિને કેપ્ટન સરફરાઝ અહમદની વિશ્વકપમાં આ પ્રકારની મંજૂરીનો અસ્વીકાર કર્યો હતો.
પીસીબીના એક અધિકારી અનુસાર પાકિસ્તાની ખેલાડી ઈચ્છે છે કે તેની પત્ની અને બાળકોને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 જૂને રમાનારી મેચ બાદ તેની સાથે રાખવાની મંજૂરી આપી દેવામાં આવશે. અધિકારીએ પીટીઆઈને કહ્યું, બોર્ડે અન્ય ટીમોના ચલણને જોતા પોતાના પૂર્વ નિર્ણની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો.
રાષ્ટ્રીય ટીમના સભ્ય બોર્ડના આ નિર્ણયથી નારાજ હતા અને આ સંબંધમાં તેમણે વિનંતી પણ કરી હતી. આ પહેલા પીસીબીની નવી નીતિ હેઠળ કોઈપણ ખેલાડીના પરિવારના સભ્ય જો ટૂર્નામેન્ટ દરમિયાન યાત્રા કરવી છે તો તેણે ખુદે વ્યવસ્થા કરવી પડશે. હૈરિસ સોહેલને છોડીને તમામ પાકિસ્તાન ખેલાડીઓ પર નવી નીતિ લાગૂ છે. સોહેલને વ્યક્તિગત કારણોને લીધે મંજૂરી આપવામાં આવી નથી.
ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો, હવે ફાસ્ટ બોલર વુડ ઈજાગ્રસ્ત
ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં રમાયેલી પાંચ મેચોની સિરીઝમાં મહેમાન ટીમને 4-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વકપના પોતાના પ્રથમ મેચ પાકિસ્તાન 30 મેએ નોટિંઘમમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમશે.