લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ 2019માં અત્યાર સુધી કુલ 14 મેચ રમાઇ ચુકી છે. જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બાકી અત્યાર સુધી રમાયેલી તમામ મેચોના પરિણામ આવ્યા છે. ભારતીય ટીમે પણ ટૂર્નામેન્ટમાં પોતાની શરૂઆતી બંન્ને મેચ જીતી લીધે છે. ભારતે પહેલા આફ્રિકા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. હાલમાં ભારતીય ટીમ બે મેચોમાં બે વિજય સાથે કુલ 4 પોઈન્ટ મેળવીને ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ત્રણ મેચોમાં ત્રણ વિજય સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. યજમાન ઈંગ્લેન્ડ પણ બે જીત સાથે ટેબલમાં બીજા સ્થાને છે. અત્યાર સુધી આફ્રિકા અને અફગાનિસ્તાન સિવાય તમામ ટીમો જીતનું ખાતું ખોલાવી ચુકી છે. ટેબલમાં અફગાનિસ્તાનની ટીમ સૌથી છેલ્લા સ્થાન પર છે. આવો એક નજર કરીએ લેટેસ્ટ પોઈન્ટ ટેબલ પર.... 



ટીમ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રનરેટ    
ન્યૂઝીલેન્ડ 3 3 0 0 0 6 2.163    
 
ઈંગ્લેન્ડ 3 2 1 0 0 4 1.307    
 
ભારત 2 2 0 0 0 4 0.539    
 
ઓસ્ટ્રેલિયા 3 2 1 0 0 4 0.483    
 
શ્રીલંકા 3 1 1 0 1 3 -1.517    
 
પાકિસ્તાન 3 1 1 0 1 3 -2.412    
 
વેસ્ટ ઈન્ડિઝ 2 1 1 0 0 2 2.054    
 
બાંગ્લાદેશ 3 1 2 0 0 2 -0.714    
 
સાઉથ આફ્રિકા 3 0 3 0 0 0 -0.952    
 
અફગાનિસ્તાન 3 0 3 0 0 0 -1.493