નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપ મુકાબલા પહેલા સોશિયલ મીડિયા પર વાર-પલટવાર જારી છે. આ વચ્ચે મેચના પ્રમોશનને લઈે પણ ઘણા વીડિયો અને એડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહાસંગ્રામને લઈને બંન્ને દેશોમાં ઘણી એડ પણ વાયરલ થઈ રહી છે. પરંતુ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટીવી જાહેરાતોને લઈને તેના નિર્માતાઓને ફટકાર લગાવી છે. સાનિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે બરુપ્રતીક્ષિત વિશ્વ કપ મેચ પહેલા બુધવારે શરમજનક ટીવી જાહેરાતો પર દુખ વ્યક્ત કરતા ફટકાર લગાવી છે. 


બંન્ને કટ્ટર હરીફ ટીમો વચ્ચે રવિવારે રમાનારા મુકાબલા પહેલા બંન્ને દેશોની ટીવી ચેનલો પર જાહેરાતનો જંગ ચાલું છે, જેમાં કેટલિક નિંદનીય સામગ્રીવાળી જાહેરાત પણ દેખાડવામાં આવી રહી છે. 


પાકિસ્તાની જૈજ ટીવીએ એક જાહેરાત તૈયાર કરી જેમાં એક વ્યક્તિને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવતો જોઈ શકાય છે. અભિનંદનને બાલાકોટમાં ભારતના હવાઇ હુમલાના એક દિવસ બાદ પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો. 


આ 33 સેકન્ડની જાહેરાતમાં મોડલને ભારતની બ્લૂ જર્સીમાં દેખાડવામાં આવી છે અને તેની મૂછો અભિનંદનની જેમ બનાવવામાં આવી છે. તેને મેચ માટે ભારતની રણનીતિ વિશે પૂછવા પર અભિનંદનની વાયરલ થયેલી ટિપ્પણેને રિપીટ કરતી જોઈ શકાય છે, મને માફ કરો, હું તમને આ જાણકારી આપવા માટે બાધ્ય નથી. 


બીજીતરફ ભારતનું સ્ટાર ટીવી એક જાહેરાત દેખાડી રહ્યું છે, જેમાં ભારતીય સમર્થક ખુદને પાકિસ્તાનના 'અબ્બૂ' (પિતા) જણાવે છે. આ વિશ્વ કપમાં પાકિસ્તાન ટીમ પર ભરતીય ટીમના દબદબાના સંદર્ભમાં છે. સાનિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, 'સરહદની બંન્ને તરફ શરમજનક સામગ્રીવાળી જાહેરાત, ગંભીર થઈ જાઓ, તમને આ પ્રકારના બકવાસની સાથે હાઇપ બનાવવા કે મેચનો પ્રચાર કરવાની કોઈ જરૂર નથી. પહેલાથી તેના પર ઘણી નજર છે. આ માત્ર ક્રિકેટ છે.'


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર