લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 37 વર્ષીય મલિકે શુક્રવારે રાત્રે ટ્વીટર પર નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકે આઈસીસી વિશ્વ કપ-2019મા બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાનની 96 રનની જીત બાદ વનડેમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકનું આ વિશ્વકપમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે ટ્વીટર પર લખ્યું, 'આજ હું વનડે આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃતી લઈ રહ્યો છું. તે તમામ ખેલાડીઓનો આભાર જેની સાથે હું રમ્યો, મને ટ્રેનિંગ આપનારા કોચ, પરિવાર, મિત્રો, મીડિયા અને સ્પોન્સર્સનો પણ આભાર. સૌથી જરૂરી મારા ચાહકો, હું તમને ઘણો પ્રેમ કરુ છું.'



પાકિસ્તાન માટે 387 વનડે મેચોમાં 34.55ની એવરેજથી 7534 રન બનાવનાર મલિકે પહેલા જ સંકેત આપી દીધા હતા કે તે વિશ્વ કપ બાદ વનડેમાંથી નિવૃતી લઈ લેશે. તેણે વનડેમાં 9 સદી અને 44 અડધી સદી ફટકારી છે. તે ટી20 ક્રિકેટ રમવાનું ચાલું રાખશે. 


મલિકે 14 ઓક્ટોબર 1999ના શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે ક્રિકેટની શરૂઆત કરી હતી. તે 20મી સદીમાં પર્દાપણ કરનાર કેટલાક ખેલાડીઓમાં સામેલ હતો જે હજુ ક્રિકેટ રમી રહ્યાં છે. 



અનુભવી બેટ્સમેને બાદમાં સંવાદદાતા સંમેલનમાં કહ્યું, 'હું વનડેમાંથી સન્યાસ લઈ રહ્યો છું. મેં થોડા વર્ષો પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે હું પાકિસ્તાનની અંતિમ વિશ્વ કપ મેચ બાદ નિવૃતી લઈશ. હું તે વાતથી નિરાશ છું કે ક્રિકેટના તે તમામ ફોર્મેટને અલવિદા કરી રહ્યો છે, જેની સાથે ક્યારેક મને પ્રેમ હતો પરંતુ ખુશીની વાત છે કે મારા પરિવારની સાથે રહેવા માટે મારી પાસે વધુ સમય હશે.'