નવી દિલ્હીઃ વિશ્વ કપમાં રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને સસ્પેન્સ પૂરુ થઈ ગયું છે. બીસીસીઆઈએ સત્તાવાર જાણકારી આપી દીધી છે કે રવિવારે રમાનારી મેચમાં ભારતીય ટીમના ખેલાડી કઈ જર્સી સાથે મેદાનમાં ઉતરશે. બીસીસીઆઈ તરફથી જાણકારી અનુસાર આ જર્સી બ્લૂ અને નારંગી કલરની છે. પરંતુ તમે શું જાણો છો કે આ જર્સીમાં તેનો કલર અલગ નથી, પરંતુ આ ઘણા કારણે ખાસ છે અને ખેલાડીઓને મદદરૂપ છે. જાણો આ ટી-શર્ટમાં શું છે ખાસ.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટી-શર્ટના કલરને લઈને ઘણો વિવાદ થયો છે. પરંતુ આ ટીશર્ટ ખાસ ટેક્નોલોજીથી બન્યું છે, જે ખેલાડીઓને મેદાનમાં મદદ કરશે. નાઈકી તરફથી ડિઝાઇન કરવામાં આવેલી આ અવે કિટ નવી પેઢીની હાર ન માનવાની જીદથી પ્રેરિત છે. હાલમાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી અને આ નવી જર્સી પણ તે પ્રકારની આધુનિક જરૂરીયાતોનો પૂરી કરે છે. 



નાઈકી ઈન્ડિયા તરફથી જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, આ ટી-શર્ટમાં સ્વેટ જોન બનાવવામાં આવ્યું છે અને ત્યાં ખાસ પ્રકારની જાળી લગાવવામાં આવી છે, જે ગરમીમાં પણ ખેલાડીઓની મદદ કરશે. તેનાથી ખેલાડીને મેદાનમાં પરસેવાથી રાહત મળશે અને હવા પણ લાગશે. સાથે ટીશર્ટને ખાસ ટેકનિકના માધ્યમખી હલ્કી બનાવવામાં આવી છે અને ફ્લેક્સ ક્રેસ્ટ, કટ એન્ગલ્સને કારણથી આ ખેલાડીઓ માટે આરામદાયક રહેશે. આ સાથે ખેલાડીઓને થાક ન લાગે તે માટે મદદ કરશે. 


મહત્વનું છે કે, આ નવી જર્સીને લઈને વિવાદ થયો અને જર્સીને લઈને રાજનીતિ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈસીસીએ જણાવ્યું કે, બીસીસીઆઈને કલરના વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેણે તે પસંદ કર્યે જે સૌથી સારો લાગ્યો. આઈસીસીએ કહ્યું હતું, આ તે માટે કરવામાં આવી રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ લાગે. કારણ કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે તેથી ભારતે અલગ દેખાવા માટે બીજો કલર પસંદ કરવો પડ્યો. આ નારંગી ડિઝાઇન ટીમ ઈન્ડિયાની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે, જેમાં નારંગી કલર છે.