નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપ માટે સોમવારે 15 સભ્યોવાળી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. 30 મેથી 14 જુલાઈ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો 30 મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ ઓવલમાં રમાવાનો છે. આ વિશ્વ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે. તેનો પ્રથમ મુકાબલો આફ્રિકા સામે સાઉથમ્પટનમાં થશે. તો 16 જૂને ટીમ ઈન્ડિયા કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત 5 જૂનથી શરૂ કરશે અભિયાન
1983 અને 2011ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા 2019 વિશ્વ કપમાં પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે રમને પોતાના અભિયાનની શરૂઆત કરશે અને પોતાના નવ રાઉન્ડ રોબિન લીગ મેચોમાં છ અલગ-અલગ સ્થળ પર રમશે. ભારતીય ટીમ સાઉથેમ્પ્ટન (આફ્રિકા, અફગાનિસ્તાન), બર્મિંઘમ (ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ) માનચેસ્ટર (પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ)માં બે-બે મેચ જ્યારે ઓવલ (ઓસ્ટ્રેલિયા), નોટિંઘમ (ન્યૂઝીલેન્ડ) અને લીડ્સ (શ્રીલંકા)માં એક-એક મેચ રમશે. 


World Cup 2019: બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ 


16 જૂને ટકરાશે ભારત-પાક
કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને માનચેસ્ટરમાં મેચ રમાશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017ના ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ પરાજય મેળવ્યા બાદ 2 વર્ષ પછી ભારતની પાસે પાકિસ્તાન વિરુદ્ધ બદલો લેવાની તક હશે. વર્ષ 2015ની સેમીફાઇનલિસ્ટ ટીમ ઈન્ડિયા આ વખતે વિરાટની આગેવાનીમાં વિશ્વ કપ રમશે. 


અહીં રમાશે મેચ
2019 વિશ્વ કપના તમામ મેચ યૂકેના અલગ-અલગ શહેરોમાં રમાશે. તમામ મેચ ઈંગ્લેન્ડના 11 શહેરોમાં યોજાશે, જેમાં સામેલ છે- લોર્ડ્સ, ઓવલ, એઝબેસ્ટન, ટ્રેન્ટ બ્રિઝ, ટોન્ટન, હૈંડિગ્લે, ઓલ્ટ ટ્રૈફોર્ડ, બ્રિસ્ટલ, સાઉથૈમ્પ્ટન, કાર્ડિફ અને ચેસ્ટર-લી-સ્ટ્રીટ. વિશ્વ કપનો પ્રથમ મેચ 30 મેએ લંડનના ધ ઓવરમાં યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. 


World Cup 2019: ભારતીય ટીમનું એલાન, પંત-રાયડૂનું પત્તું કપાયું, કાર્તિકને મળ્યું સ્થાન