નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં બુધવારે ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 240 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પોતાની 4 વિકેટ 24 રનમાં ગુમાવી દીધી હતી. ભારતે રોહિત શર્મા (1), વિરાટ કોહલી (1), રાહુલ (1) અને કાર્તિક (6)ની વિકેટ ગુમાવી દીધી હતી. ટોસ ઓર્ડર સતત આ રીતે ફ્લોપ થતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. પોતાના ધુરંધર ક્રિકેટરો પર વિશ્વાસ વ્યક્ત કરી રહેલા ક્રિકેટ પ્રેમિઓ કટાક્ષ કરવા લાગ્યા છે, ઘણા યૂઝરોએ મેચની હાલની સ્થિતિને લઈને શાનદાર ટ્વીટ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ પાંચ ઓવર ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહી. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. બીજી ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્માએ ટોમ લાથમને કેચ આપી દીધો. રોહિત 1 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજી ઓવરમાં બોલ્ટે વિરાટને આઉટ કર્યો હતો. 








ચોથી ઓવરમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો રાહુલના રૂપમાં લાગ્યો હતો. રાહુલ મેચ હેનરીના બોલ પર લાથમને કેચ આપી બેઠો હતો. 





છઠ્ઠી ઓવર બાદ રિષભ પંતે દિનેશ કાર્તિકની સાથે ભારતની ઈનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. છઠ્ઠી ઓવરમાં પંતે હેનરીની બોલિંગમાં ચોગ્ગો ફટકાર્યો હતો.



9મી ઓવરમાં દિનેશ કાર્તિકે બોલ્ટની ઓવરમાં ચોગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું હતું. કાર્તિકે બોલ્ટની આ ઓવરમાં છ રન બનાવ્યા હતા. પ્રથમ પાવરપ્લેની અંતિમ ઓવરમાં પંતે હેનરીના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ અંતિમ બોલ પર નીશમે શાનદાર કેચ પકડીને કાર્તિકની ઈનિંગનો અંત કર્યો હતો.