નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019માં નોટિંઘમના ટ્રેન્ટ બ્રિઝમાં ગુરૂવારે બે એવી ટીમ ટકરાશે, જે આ વિશ્વ કપમાં અત્યાર સુધી અપરાજીત છે. ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં વિરાટનો બેટ ચાલ્યું તો, વિશ્વ રેકોર્ડ બનવાનું નક્કી છે. કીવીઓ વિરુદ્ધ કોહલી 57 રન બનાવી લે તો તે 11 હજાર રન પૂરા કરનારો વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછી ઈનિંગમાં 11 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકરના નામે છે. સચિને 11 હજાર રન 276 ઈનિંગમાં પૂરા કર્યા હતા. વિરાટની પાસે 222મી ઈનિંગમાં આ રેકોર્ડ તોડવાની તક છે. વિરાટ વનડેમાં 11 હજાર રન પૂરા કરનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો 9મો બેટ્સમેન બની જશે. ભારત તરફથી અત્યાર સુધી 11 હજાર કે તેથી વધુ રન માત્ર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ બનાવ્યા છે. 


વનડે આંતરરાષ્ટ્રીયઃ સૌથી ઓછી ઈનિંગમાં 11 હજાર રન
સચિન તેંડુલકર (276 ઈનિંગ્સ, ભારત), રિકી પોન્ટિંગ (286 ઇનિંગ્સ, ઑસ્ટ્રેલિયા), સૌરવ ગાંગુલી (288 ઈનિંગ્સ, ભારત), જેક કાલિસ (2 9 3 ઇનિંગ્સ, દક્ષિણ આફ્રિકા), કુમાર સંગકારા (318 ઇનિંગ્સ, શ્રીલંકા), ઈન્ઝમમ-ઉલ-હક 324 ઈનિંગ્સ, પાકિસ્તાન), જયસુયા (354 ઇનિંગ્સ, શ્રીલંકા), મહેલા જયવર્દને (368 ઇનિંગ્સ, શ્રીલંકા).


વિશ્વકપ 2019: આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ભારત, મેચમાં વરસાદની સંભાવના

ટ્રેન્ટ બ્રિઝમાં વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે ત્રણ મેચ
ગુરૂવારે સારા હવામાનની ભવિષ્યવાણી કરવામાં આવી નથી અને તેવામાં તેવી સંભાવના વધુ છે કે મેચમાં વરસાદ વિઘ્ન પાડે. ટ્રેન્ટ બ્રિઝની પિચ આસાન છે, પરંતુ હવામાનમાં ફેરફાર થાય તો ફાસ્ટ બોલર પ્રભાવી થઈ શકે છે. વરસાદને કારણે અત્યાર સુધી આ વિશ્વ કપમાં 3 મેચ રદ્દ થઈ ચુકી છે. ભારત અને ન્યૂઝીલેન્ડે વિશ્વ કપમાં અત્યાર સુધી જેટલી મેચ રમી છે, તે તમામમાં જીત હાસિલ કરી છે. જો વરસાદ ન આવે તો ટ્રેન્ટ બ્રિઝ પર રમાનારી આ મેચમાં કોઈપણ એક ટીમનો વિજય ક્રમ તૂટવાનું નક્કી છે.