નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે અલગ પ્રકારના કોશલ્યને કારણે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આગામી વિશ્વ કપ (ICC World Cup 2019)માં ઈંગ્લેન્ડનો 'એક્સ ફેક્ટર' હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્ચરે માત્ર ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ ડેથ ઓવરોમાં પોતાની બોલિંગથી ટી20માં તે ખુબ સફળ રહ્યો છે અને તેની મહેમાન ટીમો માટે મુશ્કેલી પેદા કરવાની આશા છે. 


કોહલીએ આઈસીસી કેપ્ટનોની સત્તાવાર પત્રકાર પરિષદમાં કહ્યું, 'તે સંભવતઃ એક્સ ફેક્ટર હશે.' તેની પાસે એવું કૌશલ્ય છે જે બાકી ખેલાડીઓ કરતા આગળ છે. તે ખુબ ગતિ હાસિલ કરી શકે છે અને તે શાનદાર ખેલાડી છે. મને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડને તે ટીમમાં આવતા ખુશી હશે. વિશ્વ કપમાં તેનો જોવો રોમાંચક રહેશે. 


રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલમાં પ્રભાવી પ્રદર્શન કરનારા આર્ચરે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું અને તે વિશ્વનો નંબર એક બેટ્સમેન કોહલીની વિકેટ હાસિલ કરવા ઈચ્છે છે. 


આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું, WCના બેસ્ટ કેપ્ટનોની રેસમાં કોહલી 


કોહલીએ કહ્યું, જોફ્રાની આ મોટી પ્રશંસા છે કારણ કે તે સ્વયં વિશ્વ સ્તરીય બોલર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડે તેને વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં જગ્યા આપી આ જ કારણ છે.