ડરહમઃ વિશ્વ કપ મેચમાં સ્લો ઓવર રેટને કારણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમ પર દંડ ફટકારવામાં આવ્યો છે. બંન્ને ટીમો વચ્ચે સોમવારે રમાયેલી રોમાંચક મેચને શ્રીલંકાએ 23 રનથી પોતાના નામે કરી હતી. નિર્ધારિત સમય સુધી બે ઓવર ઓછી ફેંકવા માટે મેચ રેફરી ડેવિડ બૂને જેસન હોલ્ડરની વેસ્ટ ઈન્ડિઝ અને દિમુથ કરૂણારત્નેની શ્રીલંકા પર દંડ ફટકાર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોપા અમેરિકાઃ બ્રાઝિલ 21મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં, આર્જેન્ટીનાને 2-0થી હરાવ્યું 

દંડના રૂપમાં બંન્ને કેપ્ટનોની મેચ ફીમાંથી 40-40 ટકા કાપવામાં આવ્યા છે જ્યારે અન્ય ખેલાડીઓની મેચ ફીમાંથી 20-20 ટકા કાપવામાં આવ્યા છે. જો વનડે ક્રિકેટમાં આગામી એક વર્ષની અંદર બંન્ને ટીમો ફરીથી કોઈ મેચમાં નિર્ધારિત સમય સુધી ઓછી ઓવર ફેંકે તો કેપ્ટનના રૂપમાં હોલ્ડર અને કરૂણારત્ને પર કેટલિક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.