માન્ચેસ્ટરઃ માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડે વચ્ચે રમાઇ રહેલી વિશ્વ કપની સેમિફાઇનલમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. તેવામાં હવે ક્રિકેટ ફેન્સને ચિંતા હશે કે આ મેચનું પરિણામ કઈ રીતે આવશે. શું ટીમ ઈન્ડિયાને બેટિંગની તક મળશે. શું  DLS Method મેથડ લાગૂ થશે. આ રહ્યાં તમારા આ સવાલોના જવાબ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. અહીંથી જો વરસાદ રોકાય અને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવાની તક ન મળેતો ભારતને ડીએલએસ પ્રમાણે 46 46 ઓવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડા સમય વધુ આવે અને ભારતીય ઈનિંગની ઓવર ઓછી કરી દેવામાં આવશે તો ડીએલએસ પ્રમાણે 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે. પરંતુ આ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પરંતુ તે અંતિમ ઉપાય હશે. મેચમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન હતો. રોસ ટેલર 67 અને ટોમ લાથમ 3 રન બનાવીને ક્રીઝ પર હતા. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 



જો બીજા દિવસે એટલે કે બુધવારે પણ વરસાદ આવે અને મેચ શરૂ ન થાય તો મેચનું પરિણામ પોઈન્ટ ટેબલના આધારે કાઢવામાં આવશે અને લીગ સ્ટેજમાં જે ટીમના વધુ પોઈન્ટ હતા તેને ફાઇનલની ટિકિટ મળશે. એટલે કે પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે. તેથી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જશે.