નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે વનડે વિશ્વકપ રમાવાનો છે. આ મેગા ઈવેન્ટ માટે ભારત તૈયાર છે. ભારતમાં છેલ્લે વર્ષ 2011માં વનડે વિશ્વકપનું આયોજન થયું હતું. તે વર્ષે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની આગેવાનીમાં ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાની પાસે આ વર્ષે પણ વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. આ વચ્ચે ભારત 44 વર્ષ પહેલા બનેલા એક રેકોર્ડની બરોબરી કરવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના નામે નોંધાશે આ ખાસ રેકોર્ડ
ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડકપની સાથે દેશના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાશે. આ વર્ષે વર્લ્ડ કપની યજમાની સંપૂર્ણ રીતે ભારતના હાથમાં છે. હંમેશા જોવામાં આવ્યું કે વર્લ્ડ કપનું આયોજન બે કે તેનાથી વધુ દેશો મળીને કરે છે. પરંતુ આ વખતે તેવું નથી. છેલ્લે જ્યારે ભારતમાં વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતની સાથે-સાથે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ વિશ્વકપની મેચો રમાઈ હતી. આ વખતે ભારતમાં યોજાનાર વર્લ્ડકપના 44 વર્ષમાં પ્રથમવાર એવું થશે, જ્યારે કોઈ દેશ એકલો વિશ્વકપની યજમાની કરશે. 


વાસ્તવમાં પ્રથમ વર્લ્ડ કપ વર્ષ 1975માં રમાયો હતો. જેની યજમાની ઈંગ્લેન્ડે કરી હતી. તે પછી વર્ષ 1979નો વર્લ્ડ કપ પણ માત્ર ઈંગ્લેન્ડમાં જ રમાયો હતો. ત્યારથી, એવું ક્યારેય બન્યું નથી કે જ્યારે કોઈ એક દેશે આખા વર્લ્ડ કપનું આયોજન કર્યું હોય. પરંતુ આ વખતે તે થવા જઈ રહ્યું છે. આ સાથે ભારતના નામે એક ખાસ રેકોર્ડ જોડાશે. ચાલો એક નજર કરીએ કે અત્યાર સુધી વિશ્વકપનું આયોજન કોઈ દેશમાં કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ બલિનો બકરો બની ગયો ચેતેશ્વર પુજારા, ટેસ્ટ ટીમની પસંદગી પર ભડક્યા સુનીલ ગાવસ્કર


વર્લ્ડ કપ 1975 - ઈંગ્લેન્ડ
વર્લ્ડ કપ 1979 - ઈંગ્લેન્ડ
વર્લ્ડ કપ 1983 - ઈંગ્લેન્ડ અને વેલ્સ
વર્લ્ડ કપ 1987 - ભારત અને પાકિસ્તાન
વર્લ્ડ કપ 1992 - ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
વર્લ્ડ કપ 1996 - ભારત/પાકિસ્તાન/શ્રીલંકા
વર્લ્ડ કપ 1999 - ઇંગ્લેન્ડ / વેલ્સ / સ્કોટલેન્ડ / આયર્લેન્ડ / નેધરલેન્ડ
વર્લ્ડ કપ 2003 - દક્ષિણ આફ્રિકા/ઝિમ્બાબ્વે/કેન્યા
વર્લ્ડ કપ 2007 - વેસ્ટ ઈન્ડિઝ (8 રાષ્ટ્રો)
વર્લ્ડ કપ 2011 - ભારત/શ્રીલંકા/બાંગ્લાદેશ
વર્લ્ડ કપ 2015 - ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
વર્લ્ડ કપ 2019 - ઈંગ્લેન્ડ અને વેલ્સ
વર્લ્ડ કપ 2023 - ભારત


આ દિવસે જાહેર થશે કાર્યક્રમ
ભારતમાં યોજાનાર આગામી વિશ્વકપ માટે શેડ્યૂલ 27 જૂન મંગળવારે સવારે 11.30 કલાકે જાહેર થવાની આશા છે. હકીકતમાં આઈસીસીએ આ વિશે હજુ જાણકારી આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક મીડિયા ઇનવાઇટ પર તે વાતનો ઉલ્લેખ છે. મીડિયા ઇનવાઇટ પર ઈવેન્ટની તારીખ, સમય અને વેન્યૂ પણ લખેલું છે. તે અનુસાર મુંબઈમાં શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube