નવી દિલ્હીઃ ODI World Cup 2023 : વનડે વિશ્વકપ માટે હવે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. પરંતુ હજુ તે નક્કી નથી કે વિશ્વકપ માટે કોની પસંદગી થશે. પરંતુ અત્યારે આશંકાઓ અને અટકળો ખુબ ચાલી રહી છે. પરંતુ કહી ન શકાય કે ક્યા 15 ખેલાડીને ફાઇનલ ટીમમાં તક મળશે. આ વચ્ચે એટલું જરૂર છે કે છેલ્લા બે મહિનાથી જે ખેલાડી રહી રહ્યાં છે, તેની ટીમમાં પસંદગી કરવામાં આવશે. પરંતુ ટીમ ઈન્ડિયાના બે-ત્રણ ખેલાડી ઈજાને કારણે પણ બહાર છે, તેની ફિટનેસ જોઈને નિર્ણય લેવામાં આવશે. આ વચ્ચે 19 ખેલાડીઓનું લિસ્ટ સામે આવ્યું છે, જે વિશ્વકપના સંભવિતોમાં સામેલ છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી 15 સભ્યોની પસંદગી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા એશિયા કપ રમશે
ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ T20 મેચોની સીરીઝ રમી રહી છે. ભલે તે T20 ઇન્ટરનેશનલ સિરીઝ હોય, પરંતુ અહીં વર્લ્ડ કપ માટે ખેલાડીઓના ઓડિશન પણ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે અને ત્રણ મેચ બાકી છે. આ પછી આ મહિને આયર્લેન્ડ સામે વધુ ત્રણ ટી-20 મેચો રમાવાની છે. આ સાથે જ ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં બેથી ત્રણ મેચ રમી શકે છે. આ બધા માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે અને તે તમામ T20 ફોર્મેટમાં રમાશે. પરંતુ વનડેમાં સૌથી ખાસ એશિયા કપ હશે, જે આ વખતે 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ સપ્તાહના અંતમાં અથવા આગામી સપ્તાહમાં થઈ શકે છે. એશિયા કપમાં પાંચથી છ મેચ બાદ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશમાં ત્રણ વનડે રમશે.


5 સપ્ટેમ્બર સુધી થશે જાહેરાત
આઈસીસી વિશ્વકપ માટે 5 સપ્ટેમ્બર સુધી ટીમની જાહેરાત કરવાની છે, પરંતુ તેમાં 27 સપ્ટેમ્બર સુધી કોઈ જરૂર પડે તો ફેરફાર કરી શકાશે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે જે ટીમ એશિયા કપ રમશે તે વિશ્વકપમાં ઉતરી શકે છે. જસપ્રીત બુમરાહની ફિટનેસનો ટેસ્ટ આયર્લેન્ડના પ્રવાસ પર થશે, જ્યાં તે કમાન સંભાળશે. તો કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જો ફિટ થયા તો એશિયા કપમાં રમીને પોતાની ફિટનેસનો ટેસ્ટ આપશે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલની વાપસી એશિયા કપમાં થઈ જશે, પરંતુ અય્યરની ફિટનેસ પણ કોઈ અપડેટ નથી. 


આ પણ વાંચોઃ વર્લ્ડકપ 2023 માટે ભારતની ઓપનિંગ જોડી નક્કી! આ બે ખેલાડી બનાવી શકે છે ચેમ્પિયન


વિશ્વકપ માટે સંભવિત ખેલાડીઓનું લિસ્ટ સામે આવ્યું
આ વચ્ચે પીટીઆઈના હવાલાથી એક લિસ્ટ સામે આવ્યું છે, જેમાં વિશ્વકપ 2023ના સંભવિત ખેલાડીઓ વિશે ખબર પડે છે. પરંતુ વિશ્વકપ માટે ફાઇનલ ટીમમાં 15 ખેલાડી હશે, તેવામાં ચાર ખેલાડીઓ બહાર થઈ જશે. આ 19 ખેલાડીઓના લિસ્ટમાં ઈજાગ્રસ્તના નામ પણ સામેલ છે. હવે જોવાનું રહેશે કે બીસીસીઆઈની પસંદગી સમિતિ એશિયા કપ અને વિશ્વકપ માટે ક્યા ખેલાડીઓની પસંદગી કરશે. જે ખેલાડીઓ એશિયા કપની ટીમમાં હશે, સંભવિત રીતે તેને વર્લ્ડકપની ટીમમાં તક મળી જશે. 


વિશ્વકપ 2023 માટે સંભવિત ખેલાડીઓનું લિસ્ટ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube