World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે બે મહિના કરતા ઓછો સમય બાકી છે અને તેવામાં ભારતીય ટીમના ઓપનિંગ કોમ્બિનેશનને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાનું ઓપનિંગ કોમ્બિનેશન લગભગ નક્કી લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયા પાસે 2 એવા ખેલાડી હાજર છે, જે ટીમને ટ્રોફી જીતાડી શકે છે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક બેટર એવો છે, જે 2023ના વર્લ્ડ કપમાં શુભમન ગિલની જગ્યા લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ કપ 2023 માટે ભારતની ઓપનિંગ જોડી નક્કી!
શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. IPL 2023 બાદ શુભમન ગિલનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. ગિલનું બેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ, વનડે અને ટી20માં શાંત રહ્યું છે. ગિલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે રમે છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ગિલે 42ની એવરેજથી 126 રન બનાવ્યા હતા. તેવામાં શુભમન ગિલનું ફોર્મ વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયું છે. 


રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે આ બેટર
શુભમન ગિલ આ વર્ષે રમાનાર વનડે વિશ્વકપમાં માત્ર એક બેટરને કારણે પોતાની ઓપનિંગ પોઝીશન ગુમાવી શકે છે. ગિલના ખરાબ ફોર્મને કારણે તેના ટીમમાં રહેવા પર ખતરો છે. તેવામાં એક યુવા ખેલાડી ગિલનું સ્થાન લઈ શકે છે. ભારતનો આ યુવા ખેલાડી યશસ્વી જાયસવાલ છે. યશસ્વી ગિલના સ્થાને રોહિત સાથે વર્લ્ડકપમાં ઈનિંગની શરૂઆત કરી શકે છે. ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરે વર્લ્ડકપ શરૂ થશે, જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 


આ બે બેટર બનાવી શકે છે ચેમ્પિયન
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ડાબા હાથનો બેટર રોહિતની સાથે ઓપનિંગ કરવા ઉતે છે તો ભારતીય ટીમને આ કોમ્બિનેશનથી મજબૂત બનશે. ભારત પાસે 12 વર્ષ બાદ ઘરઆંગણે વર્લ્ડકપ જીતવાની સારી તક છે. યશસ્વીને વિશ્વકપ રમવાની તક મળી તો ભારતને ફાયદો થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે પસંદગીકારો વર્લ્ડકપની ટીમમાં ક્યા ખેલાડીઓને તક આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube