INDvsENG CWC 2019: રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપમાં કર્યું પર્દાપણ, જોતો રહી ગયો કાર્તિક
આઈસીસી વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં રિષભ પંતને અંતિમ ઇલેવનમાં તક મળી છે.
નવી દિલ્હીઃ રિષભ પંત જેટલો નસીબદાર છે લગભગ કોઈ અન્ય ખેલાડી હશે. વિશ્વ કપમાં તેની એન્ટ્રી જેટલી રોમાંચક રહી લગભગ કોઈ ખેલાડીની સાથે આમ થયું હશે. પરંતુ સૌથી મોટુ સત્ય છે કે આખરે તેણે વિશ્વ કપ 2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પર્દાપણ કરી લીધું. છેલ્લી કેટલિક મેચમાં નંબર ચાર પર વિજય શંકર સારૂ પ્રદર્શન કરી રહ્યો નહતો અને પંતને તક મળી ગઈ. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રિષભ પંતે અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવી અને આ મેચના માધ્યમથી વિશ્વ કપમાં એન્ટ્રી કરી લીધી છે.
રિષભ પંતની એન્ટ્રી આ વિશ્વકપમાં ખુબ નાટકીય રહી. પહેલા તેને ટીમમાં તક ન મળી. તેની જગ્યાએ દિનેશ કાર્તિકને વિશ્વકપ ટીમમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ વિશ્વ કપ દરમિયાન ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થઈ ગયો. રિષભને તેના કવર તરીકે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, ધવનની ઈજા ઠીક થઈ જશે અને પંતે રાહ જોવી પડશે પરંતુ ધવન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો અને રિષભ પંતની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ.
ટીમમાં એન્ટ્રી બાદ રિષભ પંતને અંતિમ ઇલેવનમાં તક ન મળી, પરંતુ નંબર ચાર પર વિજય શંકરે નિરાશ કર્યા અને તેને બેટ્સમેન તરીકે ટીમમાં તક મળી ગઈ. કમાલની વાત છે કે જ્યારે વિશ્વકપમાં ટીમની પસંદગી થઈ જ્યારે તેની જગ્યાએ દિનેશ કાર્તિકને અનુભવના આધારે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. કાર્તિક હજુ પણ અંતિમ ઇલેવનમાં તક મળી તેની રાહ જોઈ રહ્યો છે અને પંતને રમવાની તક મળી ગઈ છે.
'ભગવા જર્સી' વિવાદઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શમીના પરિવારજનોએ આપ્યું આ નિવેદન
આ પહેલા 2007ના વિશ્વકપમાં પણ દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં તક મળી હતી. પરંતુ ત્યારે પણ તે એકપણ મેચ રમ્યા વિના પરત ફર્યો હતો. પંતે આ પહેલા માત્ર પાંચ વનડે મેચ રમી છે.