ICC World Cup : વેસ્ટ ઈન્ડીઝને મોટો ફટકો, આન્દ્રે રસેલ ટીમમાંથી બહાર
ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઈજાગ્રસ્ત હોવાના કારણે વર્લ્ડ કપની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ મેદાન પર રમવા આવ્યો ન હતો
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં 'કરો યા મરો'ની સ્થિતિમાં પહોંચી ચૂકેલી વેસ્ટ ઈન્ડીઝને મોટો ફટકો પડ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. રસેલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ રમવા આવ્યો ન હતો. વેસ્ટ ઈન્ડીઝની ટીમ આ મેચ માત્ર 5 રને હારી ગઈ હતી.
આન્દ્રે રસેલે વર્તમાન વર્લ્ડ કપમાં બેટિંગમાં તો ખાસ પ્રદર્શન કર્યું નથી, પરંતુ બોલિંગમાં તેણે 5 વિકેટ ઝડપી છે. તેને ત્રણ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી અને તેણે માત્ર 36 રન બનાવ્યા છે.
વેસ્ટ ઈન્ડીઝની ટીમે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાંથી તેનો 4માં પરાજય થયો છે, એક મેચમાં વિજય મેળવ્યો છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આ રીતે વેસ્ટ ઈન્ડીઝના 6 મેચમાં 3 પોઈન્ટ થયા છે. હવે જો તે આગામી ત્રણ મેચ જીતે તો તેના 9 પોઈન્ટ જ થશે. 9 પોઈન્ટ સેમિફાઈનલમાં પ્રવેશની ગેરન્ટી આપતા નથી, પરંતુ જો અન્ય કોઈ 'જો અને તો'ના સમીકરણ બને તો તેના માટે થોડી સંભાવના દેખાઈ રહી છે.
ICC WORLD CUP : 'દુનિયાને મળી ગયો નવો ધોની, અમારી સામે શૂન્યમાં થશે આઉટ'- લેંગર
વેસ્ટ ઈન્ડીઝ દ્વારા આન્દ્રે રસેલના સ્થાને સુનીલ એમ્બરિસને ટીમમાં સામેલ કરવાની મંજૂરી માગી છે. આઈસીસીએ આ મંજૂરી આપી દીધી છે. આઈસીસીએ આ અંગે ટ્વીટ પણ કરી છે અને કહ્યું છે કે, સુનીલ એમ્બરિસ વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં આન્દ્રે રસેલનું સ્થાન લેશે.
26 વર્ષને સુનીલ એમ્બરિસ બેટ્સમેન છે અને તેણે તાજેતરમાં જ આયર્લેન્ડની સામે 148 રનની ઈનિંગ્સ રમી છે. તેણે વન ડે કારકિર્દીમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. સુનીલે આ 6 મેચમાં 105.33ની સરેરાશ સાથે 316 રન બનાવ્યા છે.
જૂઓ LIVE TV....