ICC World Cup: ચેમ્પિયન બનવા માટે ઈંગ્લેન્ડને આ 5-J પાસે આશા, ન્યૂઝીલેન્ડે રહેવું પડશે સાવધાન
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વકપનો ફાઇનલ મુકાબલો (રવિવાર, 14 જુલાઈ) બપોરે ત્રણ કલાકે (ભારતીય સમયાનુસાર) રમાશે.
નવી દિલ્હીઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, જોસ બટલર, જોફ્રા આર્ચર. આ બધામાં શું સમાનતા છે? પ્રથમ નજરમાં તો તમે કહેશો આ પાંચેય ઈંગ્લેન્ડના ક્રિકેટર છે, જે વિશ્વકપમાં રમી રહ્યાં છે. પરંતુ જો તમે ઈંગ્લેન્ડની વિરોધી ટીમની નજરથી જોશો તો કહેશો આ પાંચ તે '5-J'છે, જે ગમે તે સ્થિતિમાં મેચનો નક્શો પલટાવી શકે છે. આ કારણ છે કે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઉતરશે તો તેની ચિંતા ઈંગ્લેન્ડના આ '5-J' હશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વકપનો ફાઇનલ મુકાબલો (રવિવાર, 14 જુલાઈ) બપોરે ત્રણ કલાકે (ભારતીય સમયાનુસાર) રમાશે.
જોની અને જેસનની જોડી સુપરહિટ
જોની બેયરસ્ટો અને જેસન રોય ઈંગ્લેન્ડના ઓપનર છે. જોની બેયરસ્ટોએ આ વિશ્વકપમાં 496 અને રોયે 426 રન બનાવ્યા છે. બેયરસ્ટોએ બે સદી તો જેસન રોયે એક સદી ફટકારી છે. જેસન રોયની એવરેજ 71.00 અને સ્ટ્રાઇક રેટ 117.03ની છે. જોની બેયરસ્ટોની એવરેજ 49.60 અને સ્ટ્રાઇક રેટ 95.75ની છે. તેમાં કોઈ શંકા નથી કે જોની અને જેસન આ વિશ્વકપની સૌથી સફળ અને ખતરનાક ઓપનિંગ જોડી રહી છે.
જો રૂટે સંભાળ્યો ત્રીજો નંબર
જ્યારે વિશ્વ કપ શરૂ થયો તો બધાને ખ્યાલ હતો કે ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડી ખતરનાક છે. તે પણ ખ્યાલ હતો કે પાંચમાં અને છઠ્ઠા નંબર પર જોસ બટલર અને બેન સ્ટોક્સ છે. એટલે કે તેનું લોઅર-મિડલ ઓર્ડર પણ ખતરનાક છે. પરંતુ જો રૂટ એવો ખેલાડી છે, જેના પર ટેસ્ટ ક્રિકેટરની છાપ લાગેલી છે. પરંતુ રૂટે છબીથી વિપરીત ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન (547) રન ફટકારી દીધા છે. તે ઈંગ્લેન્ડની સૌથી મોટી તાકાત સાબિત થઈ રહ્યો છે.
જોફ્રા આર્ચર સૌથી ફાસ્ટ અને સટીક પણ
વેસ્ટ ઈન્ડિઝમાં જન્મેલા જોફ્રા આર્ચર ઈંગ્લિશ પેસ એટેકનું સૌથી ધારદાર હથિયાર છે. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ (19) ઝડપનાર બોલર પણ છે. તેણે વિશ્વકપનો સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. તેના યોર્કરની ગતિ અને સટીકતાની તુલના જસપ્રીત બુમરાહ સાથે કરવામાં આવે છે. આર્ચરની આ ખુબી છે, જેણે ઈંગ્લેન્ડને મજબૂત કર્યું કે, બારબાડોસમાં જન્મેલા આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર જોફ્રા આર્ચરે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વિશ્વ કપ શરૂ થયાના માત્ર 27 દિવસ પહેલા રમી હતી.
જોસ બટલરને કોણ નથી જાણતું
વિકેટકીપર જોસ બટલર તે ખેલાડી છે, જેને ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર એમએસ ધોની જેવો ફિનિશર માને છે. આ ખેલાડીની સૌથી મોટી ખુબી છે કે તે વિકેટકીપર છે. પરંતુ બાઉન્ડ્રી કે કેચિંગ પોઝિશનમાં પણ સારી ફીલ્ડિંગ કરે છે. આ રીતે બેટિંગમાં તે આક્રમક ફટકાબાજી કરી શકે છે. તે એક એવો ખેલાડી છે, જે બોલિંગને છોડીને તમામ ભૂમિકામાં ફિટ છે. તે વિશ્વકપમાં પોતાની લયમાં જોવા મળ્યો નથી. તેમ છતાં પણ તેના નામે 10 મેચમાં 253 રન નોંધાયેલા છે. તેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. તેની એવરેજ 31.62 અને સ્ટ્રાઇક રેટ 130.41 છે.