વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15મી ઓક્ટોબરે રમાનાર હતી પરંતુ હવે તેની તારીખ બદલાઈ ગઈ છે. તારીખ ભલે બદલાઈ હોય પરંતુ આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે જ રમાવવાની છે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આઈસીસીની સહમતિથી આ નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી તેની અધિકૃત રીતે પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટુર્નામેન્ટના શિડ્યુલમાં અન્ય મોટા ફેરફાર પણ થયા છે. તમામ ફેરફારની જાહેરાત આજે થોડીવારમાં થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે રમાશે મેચ
જૂના શિડ્યૂલ મુજબ 14 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે તથા ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ડબલ હેડર મુકાબલો નિર્ધારિત હતો. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14મી ઓક્ટોબરે રમાશે. 


ભારતમાં તહેવારોની સીઝન
વાત જાણે એમ છે કે 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ગુજરાતમાં આ મહાપર્વ ખુબ ધૂમધામથી ઉજવાય છે. દેશ વિદેશથી લોકો પહોંચે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ કઈક આવો જ માહોલ જોવા મળશે. આવામાં એક સાથે લાખો લોકોની સુરક્ષા અંગે સિક્યુરિટી એજન્સીએ બીસીસીઆઈને પહેલેથી જ ચેતવ્યા હતા. ત્યારબાદ જ ભારતીય ક્રિકેટ બોર્ડ નવી તારીખો પર વિચાર કરી રહ્યું હતું. નવરાત્રિ બાદ ભારતનો સૌથી મોટો તહેવાર દીવાળી આવશે. ત્યારબાદ છઠનો તહેવાર આવશે. આ દરમિયાન પણ ભારતીય ટીમો પોતાની મેચો રમશે. 


ભારતીય ટીમનું નવું શિડ્યુલ


8 ઓક્ટોબર      Vs ઓસ્ટ્રેલિયા       ચેન્નાઈ


11 ઓક્ટોબર    Vs અફઘાનિસ્તાન   દિલ્હી


14 ઓક્ટોબર    Vs પાકિસ્તાન        અમદાવાદ


19 ઓક્ટોબર    Vs બાંગ્લાદેશ         પુના


22 ઓક્ટોબર    Vs ઈંગ્લેન્ડ            લખનઉ


2 નવેમ્બર        Vs નેધરલેન્ડ્સ        મુંબઈ


5 નવેમ્બર        Vs સાઉથ આફ્રિકા    કોલકાતા


11 નવેમ્બર      Vs શ્રીલંકા             બેંગ્લુરુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube