લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના ડાયરેક્ટર એશલે જાઇલ્સે આઈસીસી વિશ્વ કપ-2019ના ફાઇનલમાં ઈંગ્લેન્ડને ઓવરથ્રોમાં વધારાના રન મળવાની વાતને નકારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

242 રનના લક્ષ્યનો પીછો કરતા જ્યારે અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે બાઉન્ડ્રી તરફ શોટ્સ ફટકાર્યો અને બીજો રન લેવા માટે દોડ્યો તો ક્રીઝમાં પહોંચતા પહેલા માર્ટિન ગુપ્ટિલનો થ્રો તેના બેટ પર લાગીને બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો. તેનાથી ઈંગ્લેન્ડના ખાતામાં કુલ 6 રન આવ્યા અને આ રન ન્યૂઝીલેન્ડને કેટલા ભારે પડ્યા તે બધાની સામે છે. 


તો પૂર્વ અમ્પાયર સાઇમન ટોફેલે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડને એક રન વધારાનો મળ્યો કારણ કે જ્યારે બોલ સ્ટોક્સના બેટને લાગીને ચોગ્ગા તરફ ગયો ત્યારે બીજો રન પૂરો થયો નહતો. તેવામાં દોડવાનો એક રન અને ચોગ્ગાનો મળીને ઈંગ્લેન્ડના ખાતામાં 5 રન આપવાના હતા ન 6 રન. પૂર્વ સ્પિનર જાઇલ્સે પરંતુ આ વાતને નકારી દીધી છે. 


જાઇલ્સે કહ્યું, ખરેખર નહીં, તમે મને તે પણ કહી શકો કે ટ્રેન્ટ બોલ્ટનો અંતિમ બોલ જે લેગ સ્ટમ્પ ફુલટોસ હતો. જો સ્ટોક્સ બે રન માટે ન ગયો હોત તો તેને છ રન માટે મોકલી શકતો હતો. 

ICCના નિયમોની બિગ બીએ ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યો જોક્સ


જાઇલ્સે કહ્યું, અમે વિશ્વ વિજેતા છીએ. અમને ટ્રોફી મળી છે અને અમે તેને અમારી પાસે રાખવા ઈચ્છીએ છીએ. ઈંગ્લેન્ડને આ મેચમાં કુલ ફટકારેલી બાઉન્ડ્રીના આધારે જીત મળી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચમાં 241 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડે પણ એટલા રન બનાવી શક્યું હતું. મેચ સુપર ઓવરમાં પહોંચી અને અહીં પણ ટાઈ રહી, ત્યારબાદ વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ વિજેતા બની હતી.