નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં વધુ એક ટીમ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. ગુરૂવારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી દીધું છે. આ રીતે અફઘાનિસ્તાન અને આફ્રિકા બાદ વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી ટીમ બની ગઈ છે, જે સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. તો ભારતના ખાતામાં 11 પોઈન્ટ છે અને તેણે સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરવા માટે એક જીતની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્નેના ખાતામાં 11-11 પોઈન્ટ છે, પરંતુ સારી નેટ રનરેટના આધારે ભારત આગળ છે. તો ઈંગ્લેન્ડ ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ક્વોલિફાઇ કરનારી એકમાત્ર ટીમ છે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને ભારતે એક-એક જીત મેળવવાની છે. 


પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે હવે દરેક મેચ કરો યા મરોનો છે અને જે ટીમ હારશે તે સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ જશે. તો ઈંગ્લેન્ડ માટે બંન્ને મેચમાં જીત મેળવવી જરૂરી છે. એક નજર પોઈન્ટ ટેબલ પર..... 



ક્રમ ટીમ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રનરેટ
1 ઓસ્ટ્રેલિયા 7 6 1 0 0 12 0.906
2 ભારત 6 5 0 0 1 11 1.16
3 ન્યૂઝીલેન્ડ 7 5 1 0 1 11 1.028
4 ઈંગ્લેન્ડ 7 4 3 0 0 8 1.051
5 બાંગ્લાદેશ 7 3 3 0 1 7 -0.133
6 પાકિસ્તાન 7 3 3 0 1 7 -0.976
7 શ્રીલંકા 6 2 2 0 2 6 -1.119
8 વેસ્ટ ઈન્ડિઝ 7 1 5 0 1 3 -0.32
9 દક્ષિણ આફ્રિકા 7 1 5 0 1 3 -0.324
10 અફઘાનિસ્તાન 7 0 7 0 0 0 -1.634