ICC World Cup: જાણો ક્યા બોલરના નામે નોંધાયેલો છે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ
વિશ્વકપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાના નામે નોંધાયેલો છે. મેક્ગ્રા વિશ્વનો એકમાત્ર બોલર છે, જેણે વિશ્વકપમાં 70થી વધુ વિકેટ ઝડપી છે.
નવી દિલ્હીઃ આ વખતે વિશ્વ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. વિશ્વ કપનો પ્રારંભ 30 મેએ યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના મેચની સાથે થઈ જશે. આ વખતે વિશ્વ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. 2015નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કર્યો હતો અને તે હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે 1983 અને 2011માં વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. આઈસીસી વિશ્વ કપ દર ચાર વર્ષે એકવાર રમાઇ છે.
ઈંગ્લેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની ટીમો આ વખતે વિશ્વકપમાં ભાગ લેશે. વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાના નામે છે. મેક્ગ્રા વિશ્વનો એકમાત્ર બોલર છે, જેણે વિશ્વકપમાં 70થી વધુ વિકેટ ઝડપી છે.
એક નજર વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદી પરઃ
ખેલાડી | દેશ | વિકેટ | બેસ્ટ બોલિંગ | એવરેજ |
ગ્લેન મેક્ગ્રા | ઓસ્ટ્રેલિયા | 71 | 7/15 | 18.19 |
મુથૈયા મુરલીધરન | શ્રીલંકા | 68 | 4/19 | 19.63 |
વસીમ અકરમ | પાકિસ્તાન | 55 | 5/28 | 23.83 |
ચામિંડા વાસ | શ્રીલંકા | 49 | 6/25 | 21.22 |
ઝહીર ખાન | ભારત | 44 | 4/42 | 20.22 |
જવાગલ શ્રીનાથ | ભારત | 44 | 4/30 | 27.81 |
લસિથ મલિંગા | શ્રીલંકા | 43 | 6/38 | 21.11 |
એલન ડોનાલ્ડ | દક્ષિણ આફ્રિકા | 38 | 4/17 | 24.02 |
જૈકબ ઓરમ | ન્યૂઝીલેન્ડ | 36 | 4/39 | 21.33 |
ડેનિયલ વિટોરી | ન્યૂઝીલેન્ડ | 36 | 4/18 | 32.44 |