નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રારંભ થઈ રહ્યો છે. તમામ ટીમ આ ખિતાબ જીતવા માટે કમર કસી રહી છે. વિશ્વ કપની ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડસના મેદાનમાં રમવામાં આવશે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે વિશ્વ કપ વિજેતા ટીમને અસલી ટ્રોફી નહીં પણ એની રેપ્લિકા દેવામાં આવે છે. હકીકતમાં અસલી ટ્રોફી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પાસે રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આઇસીસી ટ્રોફી કઈ રીતે બને છે એ વિશે અનેક લોકોના મનમાં અનેક સવાલ હોય છે જેનો જવાબ આ વીડિયો જોઈને ખબર પડી જાય છે. હકીકતમાં ક્રિકેટ વિશ્વ કપનું આયોજન 1975થી કરવામાં આવે છે. શરુઆતના ત્રણ વિશ્વ કપ (1975,1979,1983)માં એક જ પ્રકારની ટ્રોફી આપવામાં આવી હતી કારણ કે ત્રણેયની મુખ્ય સ્પોન્સર પ્રુડેન્શિયલ પીએલસી હતી અને આ કારણે એની ડિઝાઇન બદલવામાં નહોતી આવી. જોકે ત્રણ વિશ્વ કપ પછી ટ્રોફીની ડિઝાઇન બદલવામાં આવી કારણ કે સ્પોન્સરમાં બદલાવ કરવામાં આવ્યો. આખરે 1999માં નિર્ણય લેવામાં આવ્યો કે હવે વિજેતા ટીમને આઇસીસી તરફથી જ ટ્રોફી આપવામાં આવશે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...