નવી દિલ્હીઃ  ICC World Test Championship 2021 Final: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સત્રની ફાઇનલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ટૂર્નામેન્ટની ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે. આઈસીસીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર ફાઇનલ મેચ ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટન શહેરના હેમ્પશાયર બાઉલમાં રમાશે. પ્રથમ WTC ફાઇનલ લંડનના લોર્ડસમાં પ્રસ્તાવિત હતી, પરંતુ આઈસીસી અને ઈસીબીએ સ્થળમાં ફેરફાર કર્યો છે. પરંતુ હજુ કે નક્કી નથી કે 25 હજારના દર્શકો વાળા આ સ્ટેડિયમમાં કેટલા પ્રેક્ષકો હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી છે. પરંતુ કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટની સીઝન વિવાદોમાં રહી, કારણ કે આઈસીસીએ એક ઝટકામાં નવા નિયમ લાગૂ કરી દીધા અને પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોપ પર હતી તે ત્રીજા નંબર પર પહોંચી ગઈ હતી. શરૂઆતમાં આઈસીસીએ જાહેરાત કરી હતી કે પોઈન્ટના આધાર પર જે ટીમ ટોપ પર હશે તેની વચ્ચે ફાઇનલ રમાશે, પરંતુ બાદમાં જ્યારે કોરોના મહામારીને કારણે કેટલીક સિરીઝ સ્થગિત અને કેટલીક રદ્દ થઈ તો આઈસીસીએ જીતની ટકાવારી પ્રમાણે પોઈન્ટ ટેબલ તૈયાર કર્યું અને આ રીતે ભારત અને ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં તક મળી છે. 


આ પણ વાંચોઃ India vs England T20I સિરીઝ: આ પાંચ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર  


આઈસીસીએ હવે જાણકારી આપી છે કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ વેચવાનું પણ શરૂ કરી દીધુ છે. આઈસીસી પ્રમાણે 18 જૂનથી 22 જૂન વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ સાઉથમ્પ્ટનના હેમ્પશાયર બાઉલ સ્ટેડિયમમાં રમાશે. તેના માટે 23 જૂનનો દિવસ રિઝર્વ છે, જો મેચમાં વરસાદ આવે તો પછી 23 જૂને રમાશે. પહેલા આ ફાઇનલ ક્રિકેટના મક્કા કહેવાતા ઐતિહાસિક લોર્ડસ મેદાનમાં રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે હવે સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમના પરિસરમાં એક શાનદાર હોટેલ છે, જેને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે બુક કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube