નવી દિલ્હી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને તાબડતોડ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે હંગામો મચાવ્યો છે. જસપ્રીત બુમરાહ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ આ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. ત્યારે રિષભ પંત ટોપ 5 બેટ્સમેનમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં ભારતીય વિકેટકીપર રિષભ પંત 517 રન સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. આ મામલે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનને પાછળ છોડી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહ બન્યો દુનિયાનો નંબર 1 બોલર
જસપ્રીત બુમરાહ એ શ્રીલંકા સામે બેંગલુરુમાં ચાલી રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, ત્યારે બીજી ઇનિંગમાં અત્યાર સુધીમાં તે 1 વિકેટ ઝડપી ચૂક્યો છે. જો કે, રિષભ પંતની વાત કરીએ તો શ્રીલંકા સામે પહેલી ઇનિંગમાં 39 રન બનાવ્યા બાદ આ ખેલાડીએ બીજી ઇનિંગમાં 28 બોલમાં અર્ધસદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. પંત હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સોથી ફાસ્ટ અર્ધ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ત્યારે ડે-નાઈટ ટેસ્ટમાં પણ તેનાથી ઝડપી અર્ધસદી કોઈએ ફટકારી નથી. પંતે આ બંને ઇનિંગના દમ પર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટોપ 5 બેટ્સમેનમાં પોતાની જગ્યા બનાવી છે.


ઘાતક ફોર્મમાં છે બુમરાહ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં જસપ્રિત બુમરાહ 9 મેચમાં 38 વિકેટ સાથે ટોપ પર છે. બુમરાહએ ત્રણ વખત 5 વિકેટ ઝડપી પાડી છે અને આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપી 5 વિકેટનું રહ્યું છે. જે હાલમાં તેણે શ્રીલંકા સામે બનાવ્યું છે. જસપ્રીત બુમરાહની સાથે ટોપ 5 બોલરમાં મોહમ્મદ શમી પણ સામેલ છે. જેના નામે 30 વિકેટ નોંધાયેલી છે. વાત અન્ય ત્રણ ખેલાડીની કરીએ તો ઇંગ્લેન્ડનો ઓલી રોબિન્સન 32 વિકેટ સાથે બીજા સ્થાન પર છે, તો પાકિસ્તાનનો શાહીન અફરીદી અને સાઉથ આફ્રિકાનો કગિસો રબાડા 30-30 વિકેટની સાથે બીજા અને ત્રીજા સ્થાન પર છે.


કોહિલ-રોહિતને પછાડીને પંતે કર્યો આ મોટો કમાલ
શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સારું પ્રદર્શન કરી શક્યા નથી. આ કારણથી તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યાર, ભારતીય વિકેટકીપર રિષભ પંત 517 રનો સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. આ યાદીમાં કેએલ રાહુલ 541 રનો સાથે બીજા નંબર પર પહેલાથી જ છે. ત્યારે જો રૂટ 1008 રન સાથે ટોપ પર છે અને પાકિસ્તાનની સામે કરાચી ટેસ્ટમાં સદીની ઇનિંગ્સ રમનાર ઉસ્માન ખ્વાજાએ પણ 512 રન સાથે ટોપ 5 ખેલાડીઓમાં જગ્યા બનાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube