નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL 2021) ની હાલની સીઝન સ્થગિત થયા બાદ ભારતીય ટીમનો આગામી પડાવ ઈંગ્લેન્ડમાં આયોજીત થનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ  (ICC World Test Championship) ની ફાઇનલ છે. આ મુકાબલો 18-2 જૂને સાઉથેમ્પ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે બધા દેશોમાં હેલ્થ પ્રોટોકોલ હેઠળ ક્વોરેન્ટાઇન નિયમો બનાવી રાખ્યા છે. તેવામાં ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડનો પ્રવાસે વહેલી જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની 14મી સીઝન હાલમાં કોરોનાને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI) એ ટીમ ઈન્ડિયાના આગામી મિશન ટેસ્ટ ચેમ્પિયનશિપ પર પોતાનું ફોકસ વધારી દીધુ છે. સ્પોર્ટસ તકના એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ખેલાડી મેના અંતિમ સપ્તાહમાં બ્રિટન રવાના થઈ શકે છે. આ પહેલા તેણે જૂનના પ્રથમ સપ્તાહમાં ત્યા જવાનું હતું. 


આ પણ વાંચોઃ મર્ડર કેસમાં ફસાયો ઓલિમ્પિક વિજેતા Sushil Kumar, પોલીસે ઘરે પાડ્યા દરોડા  


આ રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ બ્રિટન સરકાર સાથે આ સંબંધમાં વાતચીત કરી રહી છે. જેથી તેના ખેલાડીઓને જલદી ઈંગ્લેન્ડમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી શકે. ભારતમાં કોરોનાની બીજી લહેરના ગંભીર રૂપને જોતા બ્રિટને ભારતથી થનારી યાત્રાને લાલ શ્રેણીમાં રાખી છે, જેનો મતલબ છે કે હાલ ભારતીય નાગરિકો (23 એપ્રિલથી) ની બ્રિટનમાં એન્ટ્રી પર પ્રતિબંધ છે. 


આ રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ બ્રિટિશ સરકારની સામે આ પ્રસ્તાવ રાખશે. ન્યૂઝીલેન્ડની ટીમ આ મુકાબલા માટે પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. તેવામાં તેની પાસે આ ફાઇનલ મુકાબલા પહેલા પ્રેક્ટિસની સારી તક રહેશે. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube