કોવિડ-19ની રસી ન બની તો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન મુશ્કેલ
ખતરનાક કોરોના વાયરસથી વિશ્વભરમાં લાખો લોકો પ્રભાવિત છે અને ભારત સહિત ઘણા દેશોમાં લૉકડાઉન જાહેર છે. વાયરસની અસર સ્પોર્ટ્સ ઇવેન્ટ પર પણ પડી છે.
લંડનઃ ગ્લોબલ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જ્યાં સુધી કોવિડ-19ની વેક્સીન તૈયાર ન થાય ત્યાં સુધી ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 'ખુબ અવાસ્તવિક' છે. પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું કે, ઓલિમ્પિક રમત સમય પર યોજાવા માટે વેક્સીનનું હોવું જરૂરી છે.
શ્રીધરે સાથે કહ્યું કે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રસીનો શોધ જલદી કરી લેવામાં આવશે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિકો પાસેથી અમે ઘણું સાંભળી રહ્યાં છીએ કે તે સંભવ બની શકે છે. મેં વિચાર્યું હતું કે એક-દોઢ વર્ષ થશે, પરંતુ સાંભળવા મળી રહ્યું છે કે જલદી આવી શકે છે.
તેમણે કહ્યું, જો આગામી વર્ષ સુધી રસી હાંસિલ કરી લેવામાં આવે તો મને લાગે છે કે રસી સંભવ છે. આ વેક્સીન ગેમ ચેન્જર, પ્રભાવી, સસ્તા ભાવ પર ઉપલબ્ધ થશે. જો આપણે વૈજ્ઞાનિક સભળતા મળશે નહીં તો મને લાગે છે કે ઓલિમ્પિકનું આયોજન ખુબ મુશ્કેલ છે.
ઘાતક કોરોના વાયરસને કારણે તમામ રમત સ્પર્ધાઓ સ્થગિત અથવા રદ્દ કરી દેવામાં આવી છે. તેની અસર એથલેટિક્સ, ફુટબોલ, ક્રિકેટ સાથે જોડાયેલ તમામ રમત ઇવેન્ટ પર પડી છે. આ વાયરસથી વિશ્વભરમાં લાખો લોકો પ્રભાવિત છે અને ભારત સહિત ઘણા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube