BCCI જલદી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે એપોઈન્ટ કરી શકે છે. એ રીતે જોઈએ તો ગૌતમ ગંભીરનું લગભગ હેડ કોચ બનવું નક્કી છે. તેઓ બીસીસીઆઈ સાથે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે તે 2027 વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે. અત્રે જણાવવાનું કે ગૌતમ ગંભીર આ વખતે આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર બન્યા હતા અને આ નિર્ણય ટીમ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ ગયો. કોલકાતાને ટ્રોફી જીતાડવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. ગૌતમ ગંભીર જો ટીમ ઈન્ડિયાના હેડ કોચ  બને તો ટીમ ઈન્ડિયાને તેનાથી જબરદસ્ત આ 5 ફાયદા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં જીત મળી શકે
ગૌતમ ગંભીર જો હેડ કોચ બને તો તેઓ ભારતીય ટીમના ખેલાડીઓને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં જીતવાની રીત શીખવાડશે. ગૌતમ ગંભીરે 2007 ટી 20 વર્લ્ડ કપ ફાઈનલ અને 2011 વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં મેચ વિનિંગ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને ટ્રોફી જીતાડવામાં મદદ કરી હતી. ગંભીરે 2007 ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે 75 રન કર્યા હતા. જ્યારે 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં શ્રીલંકા સામે 97 રન કર્યા હતા. ગૌતમ ગંભીરને એ હુનર ખબર છે કે વર્લ્ડ કપ ફાઈનલ જેવી મોટી મેચોમાં દબાણને કેવી રીતે હેન્ડલ કરવું. કોચ બનશે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકે છે. 


2. બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થશે
ગૌતમ ગંભીર ક્રિકેટના એક ખુબ જ ચતુર રણનીતિકાર છે. તેઓ કોચ બનશે તો ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત થશે. જ્યારે પણ કોઈ મોટી વર્લ્ડ ટુર્નામેન્ટ કે વિદેશી સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કોઈ મુખ્ય ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો તેની જગ્યા લેનારો કોઈ પણ યુવા ખેલાડી પોતાના દમ પર મેચનું પાસું પલટવા માટે સક્ષમ હશે. ગૌતમ ગંભીર પોતાના કોચિંગમાં ભારતીય ટીમ માટે અનેક મટા મેચ વિનર તૈયાર કરી શકે છે. આવામાં ટીમ ઈન્ડિયા ફક્ત એક કે બે મોટા  ખેલાડીઓના ભરોસે જ ચાલશે. 


3. દરેક ફોર્મેટ માટે અલગ ટીમ
ટેસ્ટ, વનડે અને ટી20 આ ત્રણેય ફોર્મેટમાં ભારતની લગભગ એક જેવી ટીમ રમે છે. ગૌતમ ગંભીર પોતાના કોચિંગમાં દરેક ફોર્મેટ માટે અલગ ટીમ ઈન્ડિયા તૈયાર કરી શકે છે. ગૌતમ ગંભીરના આ ફોર્મ્યૂલાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો વર્કલોડ પણ ખુબ સારી રીતે મેનેજ થશે. દરેક ફોર્મેટ માટે અલગ ટીમ હશે તો ખેલાડી ફ્રેશ રહેશે અને ઈજાથી પણ બચશે. 


4. વિદેશમાં જીતનો રેકોર્ડ સુધરશે
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં તો ટેસ્ટ સિરીઝ બે વાર જીતી ચૂકી છે પરંતુ દક્ષિણ આફ્રીકામાં તેણે કોઈ ટેસ્ટ સિરીઝ જીતી નથી. ગૌતમ ગંભીરના કોચિંગ કરિયરની સૌથી મોટી પરીક્ષા દક્ષિણ આફ્રીકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાની હશે આ ઉપરાંત ભારતીય ટીમે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં પણ લાંબા સમયથી કોઈ ટેસ્ટ સિરીઝ જીતી નથી. ગંભીરના આવવાથી ટીમ ઈન્ડિયામાં વધુ આક્રમકતા આવશે જે તેને ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ધરતી પર ક્રિકેટમાં સફળતા અપાવી શકે છે. ગંભીરના કોચિંગ કરિયર દરમિયાન વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયાની જીતનો રેકોર્ડ સુધરી શકે છે. 


5. વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ તૈયાર થશે
હાલના સમયમાં ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બે મોટા સ્ટાર્સ પર જ નિર્ભર છે. ગૌતમ ગંભીર પોતાના કોચિંગમાં ભવિષ્યના એ મોટા ખેલાડીઓ તૈયાર કરી શકે છે જે વિરાટ કોહલી અને રોહિત શર્માના સન્યાસ બાદ ટીમ ઈન્ડિયાની કરોડ બનશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડી તૈયાર કરવા સરળ નહીં હોય. પરંતુ ગૌતમ ગંભીર દરેક અશક્ય ચીજોને શક્ય કરવાનો પ્રભાવ ધરાવે છે.