ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રવાસના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રથમ ટી20 મેચની પૂર્વ સંધ્યા પર સંવાદદાતા સંમેલનમાં કોહલીએ કહ્યું હતું કે, તે સ્ટેડિયમમાં સીધા એક અન્ય સિરીઝ રમીને ઉતરી રહ્યાં છે. આશરે એક મહિના બાદ જ્યારે ટીમનો પ્રવાસ સમાપ્ત થયો અને ભારતને માત્ર ટી20 સિરીઝમાં સફળતા મળી, બાકી વનડે અને ટેસ્ટમાં નિરાશા ત્યારે કોહલીએ અલગ રાગ આલાપતા  કહ્યું કે, 'ટીમ વધુ લાંબી ઓફ સિઝન ન લઈ શકે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ સોમવારે બીજી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ સંવાદદાતા સંમેલનમાં કહ્યું, 'જેમ મેં પહેલા કહ્યું હતું કે, મને નથી લાગતું કે આવનારા બે-ત્રણ વર્ષોમાં મને કોઈ મુશ્કેલી આવશે. જો ખેલાડીઓને લાગે છે કે ક્રિકેટ વધુ થઈ રહ્યું છે તો તે ફોર્મેટ પ્રમાણે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી લે અને તે પ્રમાણે બ્રેક લે. આ સિવાય કોઈ વિકલ્પ નથી.'


31 વર્ષીય કેપ્ટને કહ્યું, 'ભારતીય ટીમની ઓફ સિઝન વધુ લાંબી હોય તેનાથી ફાયદો થશે નહીં.' તેણે કહ્યું, 'હાલના સમયમાં બ્રેક લેવો એકમાત્ર ઉપાય છે કારણ કે ફ્યૂચર ટૂર કાર્યક્રમ (FTP) પહેલાં જ તૈયાર થઈ ચુક્યો છે. અમારે સ્થિતિને જોઈને તાલમેલ બેસાડવો પડશે. જો બોલર વચ્ચે મેચમાં ઈજાગ્રસ્ત થાય તો તમે જોઈ શકો છું શું ખોટું છે. ભારને સંભાળવો અમારૂ કામ છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર