નવી દિલ્હીઃ ભારતીય બેટર વિરાટ કોહલી છેલ્લા અઢી વર્ષથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. આગામી ટી20 વિશ્વકપને જોતા વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. આ વચ્ચે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરશે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું વિરાટ કોહલી આ સિરીઝમાં ફોર્મમાં પરત ફરશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીનું સતત ફ્લોપ થવું ચિંતાનો વિષય
હકીકતમાં તે માનવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ વિરાટ કોહલી માટે એક સારી તક છે. જો કોહલી આ સીરિઝમાં સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહે તો ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખી ભારતીય ટીમ માટે રાહતના સમાચાર હશે. પરંતુ જો કોહલી સતત ફ્લોપ રહે તો આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય પસંદગીકારો અન્ય વિકલ્પ પર વિચાર કરી શકે છે. આ બાબતે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોહલી લાંબા સમયથી ભારત માટે રમી રહ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે કોહલી શાનદાર ખેલાડી છે. પરંતુ સતત ફ્લોપ થવું એક ખતરાની ઘંટી છે. 


આ પણ વાંચોઃ 'અબ ઈંગ્લેન્ડ કા ક્યા હોગા', ફૂલટાઈમ કેપ્ટન રોહિત શર્માનો આ રેકોર્ડ ચોક્કસ ઈંગ્લેન્ડને ડરાવશે!


કોહલીનો વિકલ્પ શોધી રહ્યું છે BCCI...
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ટી20 વિશ્વકપ રમાશે. ઓસ્ટ્રેલિયા આ વિશ્વકપની યજમાની કરવાનું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઈ વિરાટનો વિકલ્પ શોધી રહ્યું છે. તેથી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝ કોહલી માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. તો ઈંગ્લેન્ડ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 સીરિઝ રમશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube