Rohit Sharma World Cup: વિશ્વકપ જીતવા ઈચ્છો છો તો IPL છોડી દો, બાળપણના કોચે રોહિત શર્માને આપી સલાહ
બાળપણના કોચ દિનેશ લાડે કેપ્ટન રોહિત શર્માને સલાહ આપી છે કે જો તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવું હો તો આઈપીએલની કુરબાની આપવી પડશે. સાથે તેમણે આંતરરાષ્ટ્રીય મેચોથી આરામ પર પણ ટીમ ઈન્ડિયાની ટીકા કરી છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોબિત શર્માને તેમને બાળપણના કોચ દિનેશ લાડે મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો વિશ્વકપ જીતવો છે તો રોહિતે ઈન્ડિયન પ્રીમિયર લીગની કુરબાની આપવી પડશે. ભારતે ટી20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે બારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રોહિત ફિટનેસ અને ફોર્મને લઈને આલોચકોના નિશાને રહ્યો છે. હવે તેના બાળપણના રોચે આઈપીએલ છોડવાની સલાહ આપી છે.
દિનેશ લાડનું માનવું છે કે ભારતીય ટીમે વર્કલોડ ઓછો કરવા માટે આંતરરાષ્ટ્રીય મેચોને મિસ કરવી બંધ કરી દેવી જોઈએ અને તેમને લાગે છે કે આઈપીએલ ન રમીને તેને મેનેજ કરી શકાય છે. એક ઈન્ટરવ્યૂમાં મુંબઈના કોચે આરામને લઈને ભારતીય ટીમની આલોચના કરી, કારણ કે રોહિત અને વિરાટ કોહલી સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડી આંતરરાષ્ટ્રીય સિરીઝ છોડીને આરામ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું- લગભગ છેલ્લા સાત-આઠ મહિનાથી આપણે એક સ્થિર ટીમ નથી. જો આપણે વિશ્વકપની તૈયારી કરી રહ્યાં હોય તો તે એક સ્થાપિત ટીમ હોવી જોઈએ. છેલ્લા સાત મહિનામાં ગમે તે ઈનિંગની શરૂઆત કરવા આવી રહ્યું છે. કોઈ બોલિંગ કરવા આવી રહ્યું છે. ટીમમાં શું થઈ રહ્યું છે, ખ્યાલ નથી.
આ પણ વાંચોઃ વર્લ્ડકપમાં હાર બાદ BCCIની મોટી કાર્યવાહી, હવે ટીમ ઈન્ડિયામાંથી આ દિગ્ગજને કાઢ્યો!
તેમણે આરામથી વર્કલોડ મેનેજમેન્ટને લઈને આગળ કહ્યું- મને તેમ લાગતું નથી. દુનિયામાં બધા રમી રહ્યાં છે, કારણ કે તે પ્રોફેશનલ વર્કલોડ ન કહી શકે. જો તેમ હોય તો આઈપીએલમાં કેમ રમો છો? જો આઈપીએલ ન રમો તો તમે વિશ્વકપ જીતી શકો છો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી કોઈ સમજુતી ન થવી જોઈએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube