નવી દિલ્હીઃ પાકિસ્તાનના બેટ્સમેન ઇમરાન ફરહતે પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ફરહતે આફ્રિદી વિશે કહ્યું કે, તે એક સ્વાર્થી ખેલાડી છે, જેણે પોતાના ફાયદા માટે બીજા ઘણા ખેલાડીઓનું કરિયર બરબાદ કરી દીધું હતું. શાહિદ આફ્રિદીએ હાલમાં રિલીઝ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં ઘણા ખુલાસા કર્યા હતા. તેણે આત્મકથામાં કાશ્મીર અને 2010 સ્પોટ ફિક્સિંગ મામલા પર પણ વાત કરી હતી. આ સિવાય તેણે જાવેદ મિયાંદાદ, વકાર યૂનિસ અને ગૌતમ ગંભીરની ટીકા કરી હતી. 


આફ્રિદીએ પોતાના પુસ્તકમાં પૂર્વ ખેલાડીઓની કરી ટીકા
ઇમરાન ફરહતે ટ્વીટ કરીને આફ્રિદી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. તેણે લખ્યું, 'મેં આફ્રિદીના પુસ્તક વિશે જે પણ અત્યાર સુધી સાંભળ્યું અને વાંચ્યું તે શરમજનક છે.' એક ખેલાડી જે પોતાની ઉંમર વિશે આશરે 20 વર્ષો સુધી ખોટુ બોલ્યો, હવે તે અમારા કેટલાક દિગ્ગજ ખેલાડીઓને દોષ આપી રહ્યો છે. મારી પાસે પણ આ કથાકથિત સંત વિશે ઘણી સ્ટોરી છે જેની સાથે અમને રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેનામાં એક નેતા બનવાના તમામ ગુણ છે. પાકિસ્તાન માટે ઇમરાન ફરહતે 40 ટેસ્ટ અને 58 વનડે મેચ રમી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર