વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજથી 13 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. વિરાટે શ્રીલંકા સામે વનડે મેચ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે 13 વર્ષ બાદ સચિન અને વિરાટના પ્રદર્શનની સરખામણી કરવામાં આવી છે. જુઓ કોણ છે આગળ...
નવી દિલ્હીઃ 18 ઓગસ્ટનો દિવસ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખુબ ખાસ છે, કારણ કે 13 વર્ષ પહેલા આજના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. 18 ઓગસ્ટ 2008ના વિરાટ કોહલીએ 19 વર્ષની ઉંમરમાં શ્રીલંકા વિરુદ્ધ દામ્બુલામાં પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કરતા પહેલા વિરાટે પોતાની આગેવાનીમાં ટીમને અન્ડર-19નું ટાઇટલ અપાવ્યું હતું. વિરાટે પર્દાપણ કર્યા બાદ પોતાના પ્રદર્શનથી થોડા વર્ષોમાં ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. ત્યારબાદ તેની દમદાર બેટિંગને કારણે વિરાટની તુલના સચિન તેંડુલકર સાથે થવા લાગી. આજે પણ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવેલી 100 સદીના રેકોર્ડ તોડવાની વાત આવે છે તો સૌથી પ્રથમ નામ વિરાટનું આવે છે. તો આવો જાણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષ પૂરા થયા બાદ વનડેમાં બંને ખેલાડીઓમાંથી કોના આંકડા સારા છે.
13 વર્ષ પૂરા કર્યા બાદ સચિને કુલ 291 મેચ રમી હતી, જેમાં 44.22ની શાનદાર એવરેજ અને 86.55ની સ્ટ્રાઇક રેટથી 11544 રન બનાવ્યા હતા. જેમાં 33 સદી અને 56 અડધી સદી સામેલ હતી. આ દરમિયાન સચિનનો બેસ્ટ સ્કોર અણનમ 186 રન હતો. તો વિરાટના આંકડા પર નજર કરીએ તો તેણે આ સમયગાળા દરમિયાન 245 મેચ રમી છે, જેમાં 59.07ની દમદાર એવરેજ અને 93.17ની સ્ટ્રાઇક રેટથી 12169 રન બનાવ્યા છે. તેમાં 43 સદી અને 62 અડધી સદી સામેલ છે. વિરાટે આ દરમિયાન એક ઈનિંગમાં સૌથી વધુ 183 રન બનાવ્યા છે.
ICC ટેસ્ટ રેન્કિંગઃ જો રૂટને થયો મોટો ફાયદો, વિરાટ કોહલી પાંચમાં સ્થાને યથાવત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube