IND vs AUS 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝના બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. આ મેચ ડે-નાઈડ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. આ મેચમાં બન્ને ટીમોમાં બે-બે બદલાવની સાથે રમી શકે છે. ચાલો જાણીએ કે બન્ને ટીમોની પ્લેઈંગ 11માં કયા બે ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે અને કયા બે ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયામાં બે ખેલાડીઓની વાપસી
ભારત ટેસ્ટ સિરીઝના પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે પર્થમાં કંગારૂ ટીમને હરાવી હતી. તેમ છતાં પણ પ્લેઇંગ-11માં ફેરફાર કરવા પડશે. કેપ્ટન રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. તે બીજી ટીમમાં જોડાયો. જસપ્રીત બુમરાહે પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. હવે આ જવાબદારી ફરી રોહિતના હાથમાં આવશે. તેના સિવાય ઈજાગ્રસ્ત શુભમન ગિલ પણ ફિટ થઈ ગયો છે. તે રમશે તે પણ નિશ્ચિત છે.


95 બોલ, 4 વિકેટ અને 5 રન... ઘાતક બોલર સામે એક-એક રન માટે બેટ્સમેનોએ કરી તનતોડ મહેનત!


ટીમ ઈન્ડિયામાંથી કોણ બહાર થશે?
રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસીથી દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલને બહાર કરવામાં આવશે. પડિકલે ત્રીજા નંબરે બેટિંગ કરી હતી. કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. આ મેચમાં પણ માત્ર રાહુલ અને યશસ્વી જ ઓપનિંગ કરી શકે છે. રોહિત પોતાના ક્રમમાં બેટિંગ ન કરીને પાંચમા નંબર પર ઉતરી શકે છે. વોર્મ-અપ મેચની ટીમ શીટમાં તેનો નંબર 5 જ હતો. જો કે, તેમણે ચોથા નંબર પર બેટિંગ કરી હતી. જ્યારે ગિલ તેના ત્રીજા સ્થાને જ ઉતરતો જોવા મળી શકે છે.


ઓસ્ટ્રેલિયા પણ બે ફેરફાર કરશે
પહેલા ટેસ્ટ મેચમાં હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયા ટીમના પ્લેઈંગ 11માં બ્યુ વેબસ્ટર અને સ્કોટ બોલેન્ડ રમતા મળી શકે છે. ફાસ્ટ બોલર જોશ હેડલવુડ ઈજાના કારણે આ મેચમાં નહીં રમે. તેના સ્થાને સ્કોટ બોલેન્ડ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ ઓલરાઉન્ડર મિશેલ માર્શના સ્થાને બ્યુ વેબસ્ટરને તક મળી શકે છે. માર્શને ઈજાનો ખતરો છે, એટલા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ મેનેજમેન્ટે વેબસ્ટરને ટીમનો ભાગ બનાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ડે-નાઈટ ટેસ્ટ માટે શું ફેરફાર કરે છે.


અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી


ભારત: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.


ઓસ્ટ્રેલિયા: નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને બ્યુ વેબસ્ટર.