રાજકોટઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 352 રન ફટકાર્યા છે અને ભારતને જીત માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રાજકોટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ચાર બેટરોએ અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નર અને માર્શની જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી.
ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી હતી. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની જોડી ઇનિંગની શરૂઆત કરવા મેદાન પર આવ્યા હતા. બંનેએ પ્રથમ 2 ઓવરમાં માત્ર 7 રન બનાવ્યા હતા. આ પછી માર્શે ઈનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહ સામે 14 રન બનાવીને સ્કોરને ઝડપી બનાવવાની શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં વોર્નરે સિરાજ સામે 16 રન બનાવ્યા અને બંને છેડેથી આક્રમણ શરૂ કર્યું.


ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ 7મી ઓવરના અંતે કોઈ પણ નુકશાન વિના સ્કોર 65 રન સુધી પહોંચાડ્યો હતો. કાંગારુ ટીમને પહેલો ઝટકો નવમી ઓવરના પહેલા બોલ પર વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નરે પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર પાછળની તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતાં તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલને આપ્યો. વોર્નર 34 બોલમાં 56 રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 1 વિકેટના નુકસાને 90 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

માર્શ સદી ચુક્યો, સ્મિથની અડધી સદી
વોર્નર આઉટ થયા બાદ સ્ટીવ સ્મિથ અને માર્શે રનરેટ જાળવી રાખી હતી. બંનેએ 22 ઓવરમાં ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડી દીધો હતો. માર્શ સતત પ્રહાર કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને 215 રનનો સ્કોર પર બીજો ઝટકો લાગ્યો, જ્યારે મિશેલ માર્શ 84 બોલમાં 96 રન ફટકારી કુલદીપનો શિકાર બન્યો હતો. માર્શ આઉટ થયા બાદ ભારતીય ટીમને વાપસીની તક મળી હતી. સ્ટીવ સ્મિથ 242 રનના સ્કોર પર આઉટ થયો હતો. સ્મિથે 74 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલ પણ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube