IND vs AUS Test Day 5: ભારતે ઓસ્ટ્રેલિયામાં રચ્યો મોટો ઇતિહાસ, 2-1થી કબજે કરી સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ બ્રિસબેનના (Brisbane) ગાબા મેદાનમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાન પર હરાવી ટીમ ઇન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે
બ્રિસબેન: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ બ્રિસબેનના (Brisbane) ગાબા મેદાનમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાન પર હરાવી ટીમ ઇન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. બ્રિસબેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયા હારી નથી, પરંતુ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ગાબાના મદાન પર તેમની બાદશાહતનો અંત આવ્યો છે. છેલ્લા દિવસની રમતમાં ભારતે 329 રન પર 7 વિકેટ ગુમાવી ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામ કરી છે.
ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવ્યું છે અને 89 રન બનાવી નોટઆઉટ રહ્યો. આ ઉપરાંત શુભમન ગિલે 91 રનની શાનદાર બેટિંગ કરી છે. ચેતેશ્વર પુજારાએ 56 રન બનાવ્યા, કેપ્ટન અજિંક્ય રહાણેએ 24 રન અને વોશિંગટન સુંદરે 22 બનાવ્યા છે.
આ પણ વાંચો:- ચોથી ટેસ્ટમાં કેમ પુજારા બની ગયો ચાહકોનો હીરો, જાણો એક ક્લિક પર
ટીમ ઇનિડિયાની ઐતિહાસિક જીત
ગાબાના મેદાન પર ભારેત છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું છે.
પુજારાની ઈનિંગ્સ સમાપ્ત
પોતાની અર્ધસદી બનાવ્યા બાદ ચેતેશ્વર પુજારા પેવેલિયન પરત ફર્યો છે. તેને પેંટ કમિંસે પોતાનો શિકાર બનાવ્યો છે. પુજારાએ 211 બોલમાં 56 રનની ઇનિંગ્સ રમી હતી.
પુજારાએ મારી અર્ધસદી
ત્રણ વખત બોલ વાગ્યા બાદ પણ પુજારા એક યોદ્ધાની જેમ ક્રિઝ પર અડગ રહ્યો અને પોતાની અર્ધસદી પૂર્ણ કરી છે. તેમણે 196 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી છે.
આ પણ વાંચો:- નિવૃતિ પાછી ખેંચી PAK માટે રમશે મોહમ્મદ આમિર... રાખી આ શરત
સદીથી ચૂક્યો શુભમન ગિલ
મેચના પાંચમાં દિવસે રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ યુવા ખેલાડી શુભમન ગિલે પુજારાની સાથે મળીને મોર્ચો સંભાળ્યો હતો. પરંતુ શાનદાર બેટિંગ કર્યા બાદ પણ તે પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં અને 91 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
રોહિત શર્મા થયો ફ્લોપ
છેલ્લા દિવસની મેચ શરૂ થયા બાદ થોડાવારમાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. પેટ કમિંસના બોલ પર રોહિત શર્મા 7 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
ટીમ ઇન્ડિયાને જીતવા માટે 328 રનની લીડ
મેચના ચોથા દિવસે ભારતીય બોલરનો દબદબો જોવા મળ્યો. સિરાજે શાનદાર બોલિંગ કરી 5 વિકેટ ઝડપી પાડી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ્સ 294 રન પર પૂર્ણ કરી હતી અને ભારતની સામે જીત માટે 328 રનનો લક્ષ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube