IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video
![IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2020/12/11/296284-jasprit-bumrah.jpg?itok=VlfeBujN)
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. તે પહેલા સિડનીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એ અને ભારતની વચ્ચે રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કમાલ કર્યો છે
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. તે પહેલા સિડનીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એ અને ભારતની વચ્ચે રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કમાલ કર્યો છે. પરંતુ આ વચ્ચે બોલિંગમાં નહીં પરંતુ બેટિંગમાં. જી હાં, ઓસ્ટ્રેલિયા એના બોલરોને બુમરાહએ બેટિંગથી ધોયા.
આ પણ વાંચો:- ICC ODI RANKINGS: હાર્દિક પંડ્યા પહેલી વાર ટોપ-50માં, વિરાટ કોહલી નંબર વન
બુમરાહનો બેટ બોલ્યું
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 194 રન બનાવ્યા. ભારતીય ટીમ 150 રન પણ પુરા કરી શકતી નહીં જો બુમરાહનું બેટ ચાલ્યું ન હોત. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ મેચમાં શાનદાર બેટિંગ કરી અને અર્ધસદી ફટકારી. તેણે સિક્સ મારી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેમણે 57 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 55 રનની નાબાદ બેટિંગ કરી. આ બુમરાહના કરિયરની પ્રથમ ફસ્ટ ક્લાસ ફિફ્ટી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube