મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test)ના બીજા દિવસે ભારતે 5 વિકેટ ગુમાવીએન 277 રન બનાવી લીધા છે. ટીમ ઇન્ડીયાના કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર 10૪* રનની ઇનિંગ રમી. આ સાથે જ ટીમ ઇન્ડીયાએ નવું મુકામ પ્રાપ્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઇન્ડીયાની ખાસ ઉપલબ્ધિ
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ મેચમાં ભારતએ પોતાની પહેલી ઇનિંગમાં 82 રનની બઢત બનાવી લીધી છે. 1985 બાદથી આમ પહેલીવાર થયું છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં શરૂઆતી 2 ટેસ્ટ મેચોમાં બઢત લીધી હોય. આ ટેસ્ટ મેચમાં પહેલાંથી જ ભારતે એડિલેડ ઓવલમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગના આધારે 53 રનોની બઢત લઇ લીધી છે. 

Boxing Day Test: અજિંક્ય રહાણેની શાનદાર સદી, ભારતે ઓસ્ટ્રેલિયા પર મેળવી 82 રનની લીડ


80 ના દાયકામાં શું થયું હતું?
આ પહેલાં 1985-86માં ભારતે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ બઢત લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલા 381 રનના જવાબમાં 520 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટ મેચમાં મેલબોર્ન તેણે ઓસ્ટ્રેલિયા 262ના સ્કોરના જવાબમાં 445 રન બનાવ્યા હતા. જોકે બંને મેચ ડ્રો પર સમાપ્ત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર