સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે એક મોટી સિદ્ધિ મેળવી છે. ચહલે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં જસપ્રીત બુમરાહની બરોબરી કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહલે ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટી-20 મેચમાં ચાર ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ ઝડપી. અને તેની સાથે જ તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની વિકેટની સંખ્યા 59 કરી લીધી છે.


બુમરાહે 50 મેચમાં 59 વિકેટ લીધી છે. જ્યારે ચહલે આટલી વિકેટ માટે 44 મેચ લીધી. આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 6 વિકેટ છે. આ યાદીમાં ઓફ સ્પિનર 52 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. તેના પછી ભુવનેશ્વર કુમારની 41, કુલદીપ યાદવની 39 અને રવિન્દ્ર જાડેજાની 39 વિકેટ છે. ટી-20માં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે. મલિંગાએ 84 ટી-20 મેચમાં 107 વિકેટ લીધી છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે 98 અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે 92 વિકેટ છે.


આ પણ વાંચોઃ જેહાન દારૂવાલાએ રચ્યો ઈતિહાસ, F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઇવર બન્યો 


ભારતે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે પરાજય આપ્યો. યજમાન ટીમે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર