રાંચીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાં મેચોની વનડે સિરીઝની ત્રીજી મેચ આઠ માર્ચે રાંચીમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બુધવારે રાંચી પહોંચી હતી. તો ક્રિકેટ ફેન્સની ભીડ પ્લેયરોને જોવા માટે એરપોર્ટ અને હોટલની બહાર એકઠી થઈ હતી. સાત માર્ચે બંન્ને ટીમો જેએસસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. બીજીતરફ મંગળવારે ટિકિટ વેચાણનો અંતિમ દિવસે બે કાઉન્ટર ખુલ્યા હતા. પરંતુ 11 કલાકે ટિકિટ પૂરી થતા કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. 


રાંચીમાં બંન્ને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2013માં યોજાઈ હતી, પરંતુ વરસાદને કારણે મેચ અધુરી રહી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને 296 રનનો લક્ષ્ય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 4.1 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 27 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રોકવામાં આવી હતી. આ સિવાય ભારતે અહીં ત્રણ વનડે રમી છે, જેમાં બેમાં જીત અને એકમાં પરાજય થયો છે. આ મેદાન પર ભારત છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર