IND vs AUS World Cup 2023 Final: વનડે વિશ્વકપ 2023ના ફાઈનલ મુકાબલા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયાર છે. બંને ટીમ પિચ અને કંડીશન પ્રમાણે પોતાની બેસ્ટ પ્લેઇંગ XIની સાથે ઉતરવા ઈચ્છશે. ટૂર્નામેન્ટનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બર, રવિવારે રમાશે. તે પહેલા આવો જાણીએ ફાઈનલમાં બંને ટીમની પ્લેઇંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને પ્રિડિક્શન શું હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિચ રિપોર્ટ
મીડિયા રિપોર્ટ પ્રમાણે ફાઈનલ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કાળી માટીની પિચ પર રમાશે. આ તે પિચ છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા લીગ મુકાબલા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેદાન પર બાદમાં બેટિંગ કરનારી ટીમને થોડો વધુ ફાયદો થાય છે, કારણ કે છેલ્લા 10 મેચમાં રન ચેઝ કરનારી ટીમોએ 6 મેચમાં જીત મેળવી છે. 


આ મેદાન બોલરો માટે પણ મદદરૂપ સાબિત થાય છે. આ મેદાન પર વિશ્વકપના લીગ સ્ટેજમાં કુલ 4 મેચ રમાઈ હતી, જેમાં ફાસ્ટ બોલરોને 35 જ્યારે સ્પિનર્સે 22 વિકેટ ઝડપી છે. ભલે સ્પિનર્સ વિકેટ લેવામાં પાછળ રહ્યાં છે, પરંતુ સ્પિનરોને અહીં મદદ જરૂર મળી છે. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 3 અને ભારતીય સ્પિનર કુલદીપ યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 2 વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ અત્યાર સુધી બધું સારું રહ્યું છે, આવતીકાલે પણ સારું રહેશે.., ફાઇનલ પહેલા રોહિતની PC


મેચ પ્રિડિક્શન
ભારતીય ટીમે લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપ્યો હતો. તો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહેવાનો છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ફેવરિટના ટેગ સાથે ઉતરશે. 


ફાઈનલ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.


આ પણ વાંચોઃ ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે તો આ કંપની 100 કરોડ રૂપિયાનું વિતરણ કરશે, મોટી જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube