લંડનઃ WTC 2023 Final IND vs AUS: ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ વધુ એક ઝટકો લાગ્યો છે. આઈસીસીએ ટીમ ઈન્ડિયા પર સ્લો ઓવર રેટ માટે 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. ભારતની સાથે-સાથે ઓસ્ટ્રેલિયાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. લંડનના ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના બેટરો મહત્વની મેચમાં ફ્લોપ રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પર ફાઈનલમાં સ્લો ઓવર રેટને કારણે 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ઓસ્ટ્રેલિયા પર 80 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા નિર્ધારિત સમયમાં 5 ઓવર પાછળ હતી, તો વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ 4 ઓવર પાછળ હતી. આઈસીસીએ શુભમન ગિલ પર પણ 15 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. ગિલે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તો ગિલના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ IPLને કારણે હાર્યા WTC ફાઈનલ? કોચ દ્રવિડના નિવેદનથી ક્રિકેટ જગતમાં બબાલ!


પ્રતિ ઓવર 20 ટકા દંડ
ઓસ્ટ્રેલિયાએ આ મેચ 209 રનથી જીતી હતી. આઈસીસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું- રવિવારે અંતિમ દિવસની રમત પૂર્ણ થયા બાદ તેની પુષ્ટિ થઈ ગઈ કે સ્લો ઓવર રેટ માટે ભારતની પૂરી મેચ ફી અને ઓસ્ટ્રેલિયા 80 ટકા મેચ ફી ગુમાવશે. તેમાં આગળ કહેવામાં આવ્યું- આઈસીસી ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ખેલાડીઓ પર નિર્ધારિત સમયની અંદર ઓવર પૂરી ન કરવા બદલ પ્રતિ ઓવર 20 ચકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 


ગિલે કરી મોટી ભૂલ
ભારતીય ટીમ નિર્ધારિત સમયની અંદર પાંચ ઓવર પાછળ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ચાર ઓવર પાછળ હતી. અંતિમ ઈલેવનમાં સામેલ ખેલાડીઓને 15 લાખ રૂપિયા પ્રતિ ટેસ્ટ અને રિઝર્વ ખેલાડીઓને સાડા સાત લાખ રૂપિયા મળે છે. ગિલને કલમ 2.7ના ઉલ્લંઘનનો દોષિ ઠેરવવામાં આવ્યો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ઘટનાની જાહેરમાં નિંદા કે ટીકાના નિવેદનથી સંબંધિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube