IND VS AUS Match: ભારતીય ક્રિકેટ ટીમ 2023ના વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી ચુકી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 19 તારીખે એટલે કે રવિવારે ફાઈનલ રમશે. જેમાં અમદાવાદના જસપ્રિત બુમરાહ ખાસ રોલ નિભાવશે. ભારતીય પૈસ બોલર્સમાં મુખ્ય ગણાતા બુમરાહ બાળપણથી જ અમદાવાદમાં રહેતા હતા અને તેમણે પોતાના ક્રિકેટીંગ કરિયરની શરૂઆત જ અમદાવાદમાંથી કરી છે. 2 દિવસ બાદ અમદાવાદનો દીકરો પોતાના ઘરઆંગણે વિશ્વ ક્રિકેટની સૌથી મહત્વની મેચ રમવા જઈ રહ્યો છે. અમદાવાદની નિર્માણ હાઈસ્કૂલથી શરૂ થયેલી બુમરાહની બોલિંગ સફર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે આવી પહોંચી છે. લોકલ ટૂર્નામેન્ટથી સિલેક્ટર્સની નજરમાં આવેલા બૂમરાહ આજે ભારતીય ક્રિકેટ ફેન્સની નજરોનો તારો બની ચુક્યો છે. ત્યારે, બુમરાહને પ્રાથમિક કોચિંગ આપનાર તેમના કોચ બુમરાહની આ જર્ની વિશે શું કહી રહ્યા છે આવા સાંભળીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. સ્ટેડિયમ બહાર બે દિવસ અગાઉથી જ બરાબરનો માહોલ જામ્યો છે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દર્શકો બે દિવસ પહેલાથી પહોંચી ગયા છે. વિરાટ કોહલીને સૌ કોઈ શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના કોચ કિશોર ત્રિવેદીએ ઝી ચોવિસ કલાક સાથે ખાસ વાતચીત કરી. 


ગાંધીનગરમાં ફિલ્મ જોવા નીકળેલા પાંચ પિતરાઈ ભાઈઓને કાળ ભરખી ગયો


કોચ કિશોર ત્રિવેદીએ જણાવ્યું કે, જસપ્રીત બુમરાહને બોલીંગની કુદરતી દેન છે. નિર્માણ હાઇસ્કુલમાં અભ્યાસ સમયે બુમરાહે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. માત્ર શોખ ખાતર બુમરાહે કોચીંગ લેવાની શરૂઆત કરી હતી. સ્કુલ સમયે કિક્રેટને કરિયર બનાવવાનો બુમરાહનો ગોલ ન હતો. લોકલ ટુર્નામેન્ટમાં તે સિલેક્ટરની નજરે ચઢ્યો હતો. મારા કોચીંગ હેઠળ તૈયાર થયેલ ખેલાડી વર્લ્ડકપની ફાઇનલ રમે તે મારા માટે આનંદની વાત છે. 


PM મોદી અમદાવાદના સ્ટેડિયમમાંથી જોશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ, બીજુ કોણ મહેમાન બનશે?